Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ધોરાજી ભાદર ૧ ડેમમાંથી છઠ્ઠું પાણ આપવામાં આવ્‍યું

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૩ : સૌરાષ્‍ટ્રના સૌથી મોટા ગણાતા ડેમ ભાદર એક ડેમમાંથી ખેડૂતો માટે ખેત સિંચાઈ અર્થે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા છઠ્ઠું પાણ છોડવામાં આવ્‍યું છે.

 ધોરાજી વિસ્‍તારમાંથી ભાદરની કેનાલ નીકળતી હોવાથી કેનાલ આધારિત સિંચાઈ કરતા ખેડૂતોને ખૂબ જ લાભ મળશે ધોરાજી સહિત આસપાસના કુલ ૨૫ જેટલા ગામોની જમીનને આ પિયતનો લાભ મળશે.

ભાદર ડેમના સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર એમ વી મોવલિયાએ જણાવેલ કે ૧૫૦ કયુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્‍યું છે સિંચાઈ માટે કુલ છ પાણ આપવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્‍યો હતો જેમાં અગાઉ ખેત સિંચાઈ અર્થે પાંચ પાણ છોડવામાં આવ્‍યા હતા. હાલ છઠ્ઠુ પાણ આપવામાં આવી રહ્યું છે અંદાજે ૮૫૦૦ હેક્‍ટર જમીનને કેનાલ આધારિત સિંચાઈની જમીનને પિયતનો લાભ મળશે ભાદર સિંચાઇ યોજના મારફતે ભાદર કેનાલમાં પિયત માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે.

(12:52 pm IST)