Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પોરબંદરમાં ડો. વિરમભાઇ ગોઢાણીયા લિખિત સંકુલની સહિયારી સચિત્ર શિક્ષણયાત્રા પુસ્‍તકનું સોમવારે તેમના જન્‍મદિને વિમોચન

પોરબંદર તા.૩ : ગોઢાણીયા સંકુલની સહિયારી સચિત્ર શિક્ષણયાત્રા જ્ઞાનોત્‍સવ નારી શિક્ષણની જયોતને પ્રજજવલિત કરનાર વિદ્યાપુરૂષ ડો. વિરમભાઇ ગોઢાણીયા લિખિત સંકુલની સહિયારી સચિત્ર શિક્ષણ યાત્રા પુસ્‍તકનું વિમોચન તેમના સોમવારે તેમના જન્‍મદિવસે કરવામાં આવશે.

ગોઢાણીયા સંકુલની સહિયારી સચિત્ર શિક્ષણયાત્રા જ્ઞાનોત્‍સવ પુસ્‍તકનું વિમોચન તા.૬ને સોમવારે ૯ કલાકે તેમના જન્‍મદિને બી.એડ. કોલેજના કોન્‍ફરન્‍સ હોલમાં સમારોહ યોજાશે.

શિક્ષણ, શિસ્‍ત અને સંસ્‍કાર ઘડતરમાં છેલ્લા ત્રણ દાયકાઓથી નારી શિક્ષણક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવતા પોરબંદરના ડો. વી.આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના કે.જી.થી પી.જી. સુધીના અભયાસક્રમોની સુવિધા ઉપલબ્‍ધ થઇ છે. માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટના પ્રમુખ ગોઢાણીયા, શૈક્ષણિક સંકુલના સ્‍થાપક અને શિક્ષણ પ્રેમી, દાતા ડો. વિરમભાઇ ગોઢાણીયાએ પુસ્‍તક પુષ્‍પરૂપે પાંખડી અર્પણ કરવાનો ઉપક્રમ તેમના જન્‍મદિવસ જાળવ્‍યો છે.

વ્‍યવસાયે તબીબી હોવા છતાં કવોલીટી એજયુકેશન ઉપર ભાર મુકીને વિજ્ઞાન ટેકનોલોજી સંશોધન, ઇનોવેશન, સર્જન શીલતા અને સ્‍કીલ બેઇઝ લર્નિંગ તેમજ મુલ્‍ય શિક્ષણમાં માનનારા ડો. વિરમભાઇ ગોઢાણીયાએ જણાવ્‍યું હતું કે આજના હાઇટેક યુગમાં બોર્ડ ચોક ડસ્‍ટરનું સ્‍થાન સ્‍માર્ટ કલાસે લીધુ છે.

વિશ્વના દેશો સાથે શિક્ષણમાં તાલમેલ સાધવા રાષ્‍ટ્રીય શિક્ષણનીતિને ધ્‍યાને લઇને સ્‍માર્ટ બોર્ડ સાથે ૮૦ સિનેમા ટાઇપ ખુરશી સાથે ઇન્‍ફોર્મેશન એન્‍ડ ટેકનોલોજીના પર્યાય તરીકે અત્‍યાધુનિક ઓડીટોરીયમ તૈયાર થયો છે. તદ ઉપરાંત આર્ટી ફિશિયલ ઇન્‍ટેલીજન્‍સ, મશીન લર્નીગ અને કોર્ડીગને ન્‍યાય આપવા ગોઢાણીયા મહિલા કોલેજના ત્રીજા મજલે ૩૦૦ સીટોની ખુરશીઓ સાથે સિનેમા ટાઇપ સેન્‍ટ્રલ હોલમાં અત્‍યાધુનીનક બીજો ઓડીટોરીયમ પણ તૈયાર થઇ રહયો છે. તેમનો ઉલ્લેખ આ પુસ્‍તકમાં થયો છે.

આ જન્‍મદિન ઉજવણી સમારોહમાં મુખ્‍ય અતિથિ વિશેષ પદે પોરબંદરના રામકૃષ્‍ણ મિશનના સેક્રેટરી શ્રી સ્‍વામી આત્‍મ દિપાનંદજી ઉપસ્‍થિત રહેશે. જેમાં બીએડના ભાવી શિક્ષકો પણ જોડાશે.

સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્‍ટીઓ ભરતભાઇ ઓડેદરા, શ્રીમતી શાન્‍તાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઇ વિસાણા સહીત કેળવણીકાર ડો.એ.આર.ભરડા, પ્રાચાર્ય ડો.હિનાબેન ઓડેદરા જન્‍મદિન ઉજવણીના અવસરે શુભેચ્‍છાઓ પાઠવી છે.

આ સચિત્ર પુસ્‍તકમાં મહિલા કોલેજ (૧૯૮૮), ગર્લ્‍સ હોસ્‍ટેલ (૧૯૯૮), આઇટી કોલેજ (૧૯૯૯), ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કુલ (ર૦૦૪), પુર્વ પ્રાથમીક શિક્ષણ નર્સરી (ર૦૦૪) ગર્લ્‍સ હાઇસ્‍કુલ (ર૦૦પ), પી.જી.વિભાગ (ર૦૦૭), બીએડ કોલેજ (ર૦૦૭) એમએસસી આઇટી (૧૯૯૮) પ્રાથમીક શાળા ગુજરાતી માધ્‍યમ (ર૦૦૯) ઇંગ્‍લીશ મીડીયમ કોમર્સ (ર૦૧૪), બીબીએ બી.એસ. ડબલ્‍યુ (ર૦૧ર) એન.એસ.ડબલ્‍યુ (ર૦૧૬) એન્‍જીનીયરીંગ ડીગ્રી કોલેજ (ર૦૧૭) એમ.બી.એ. (ર૦ર૦) યોગા ડીપ્‍લોમાં (ર૦ર૧) બી.કોમ ગુજરાતી માધ્‍યમ (ર૦રર) એમ.એ.અર્થશાષા (ર૦રર) હોસ્‍પીટલ મેનેજમેન્‍ટ (ર૦રર) કે.જી.થી પી.જી. સુધીના અભ્‍યાસ ક્રમનું સચિત્ર આલેખન થયું છે.

(12:54 pm IST)