Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પોરબંદરના દરિયામાં કેમીકલયુકત પાણી ઠાલવવાના પ્રશ્ને અર્જૂનભાઇ મોઢવાડિયાએ વિધાનસભા ગજાવી

વિધાનસભામાં ધારાસભ્‍ય અર્જૂનભાઇના પ્રશ્નના લેખીત ઉતરમાં જેતપુર સાડી ઉદ્યોગનું કેમીકલવાળુ પાણી દરિયામાં છોડવા સરકારે ૬૬૭ કરોડના ખર્ચે ટેન્‍ડર આપી દીધાનો સ્‍વીકાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ : જેતપુરના સાડી ઉદ્યોગનું ઝેરી કેમીકલ્‍સ યુકત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાથી દરિયાઇ જીવસૃષ્‍ટિ નિકંદન નીકળી જશે તેવુ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્‍ય અર્જૂનભાઇ મોઢવાડીયાએ વિધાનસભામાં જણાવીને જેતપુર ઇન્‍ડસ્‍ટ્રીયલ પાઇપ લાઇન પ્રોજેકટ અંગે પ્રશ્ન પુછતા અર્જૂનભાઇ મોઢવાડિયાના લેખિત જવાબમાં સરકારે રૂા. ૬૬૭ કરોડના ખર્ચે આ યોજનાનું ટેન્‍ડર અપાય ગયાનો સ્‍વીકાર કરી લેવામાં આવ્‍યો હતો.

પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા દ્વારા વિધાનસભામાં પૂછેલ પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગમંત્રીએ જણાવ્‍યું હતું કે જેતપુર પ્રોજેકટને તારીખ ૧૮/૧/ર૦ર૧ ના રોજ રૂપિયા ૬૬૭ કરોડના ખર્ચે મંજુરી આપવામાં આવી છે જેના વર્કઓર્ડર જેતપુર ઇન્‍ડસ્‍ટ્રીયલ પાઇપલાઇન પ્રોજેકટ પ્રાઇવેટ લિ. તા.ર૮/૧૦/ર૦ર૧ ના રોજ કામ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની શરતે આપેલ છે.

આ અંગે ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે જેતપુરના સાડી ઉદ્યોગનું ઝેરી કેમીકલયુકત પાણી અત્‍યાર સુધી ટ્રીટમેન્‍ટ કર્યા વગર નદી-નળામાં છોડી દેવામાં આવતું હતું અને તેના કારણે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ સુધીના ગ્રામ્‍ય વિસ્‍તારોના ભૂગર્ભ જળ અને ખેતીને ભારે નુકશાન થયું છે ત્‍યારે હવે આ કેમિકલયુકત પાણીને ટ્રીટમેન્‍ટ કરી શુધ્‍ધ કરી સ્‍થાનિક ખેડુતોને સિંચાઇ માટે કે ઉદ્યોગોને વપરાશ માટે આપવાની જગ્‍યાએ પાઇપલાઇન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજના બનાવી છે, આ યોજના વિનાશકારક છે.ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ વધુમાં જણાવ્‍યું હતું કે અગાઉ એક યોજના બની હતી કે આ કેમિકલયુકત પાણીનું જેતપુરમાં જ શુધ્‍ધિકરણ કરીને ખેતીકામ અથવા ઉદ્યોગોને આપવામાં આવે પરંતુ રાજયની ભાજપ સરકારે ટુંકી દ્રષ્‍ટિ વાપરીને રોજનું ૮૦ કરોડ લિટર કેમિકલયુકત પાણીનો નિકાલ કરવા જેતપુરથી નવીબંદર સુધી ૧૦પ કી.મી. લાંબી પાઇપલાઇન નાખવાની યોજનાને મંજુરી આપી છે ૮૦ કરોડ લિટર પાણી એટલે એક આખા ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે. પરિણામે જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઇ તે જ રીતે જુનાગઢ જિલ્લાના માંગરોળ, માણાવદર સહિત પોરબંદર જિલ્‍લાના ઘેડ વિસ્‍તારના  ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. તેમજ કેમિકલયુકત પાણી દરિયામાં જશે એટલે દરિયાઇ જીવસૃષ્‍ટિનો નાશ થશે. રત્‍નસાગર સમાન દરિયો ઝેરી સાગર બની જશે.

 અર્જુનભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે જેતપુરનો સાડી ઉદ્યોગ આપણું ગૌરવ છે, તેને નુકશાન કરવાનો કોઇ ઇરાદો નથી. સાડી ઉદ્યોગને વિકસાવવો પણ આપણી ફરજ છે. જયારે આ માટે આ કેમિકલયુકત પાણીને ત્‍યાં શુધ્‍ધ કરવાનો પ્‍લાન્‍ટ નાખવો જોઇએ

(12:55 pm IST)