Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સિક્કાના બેરાજા ખટીયા વિસ્‍તારમાં વિજ ચોરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: ગઇ કાલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ-વડોદરા ના વિજીલન્‍સ વિભાગ દ્વારા જામનગર વર્તુળ કચેરી હેઠળના સિક્કા પેટાવિભાગીય કચેરી હેઠળના ખટીયા બેરાજા વિસ્‍તારમાં કુલ-૮ જેટલી વીજ-ચેકિંગ ટીમો તેમજ જીયુવીએનએલ પોલીસની ટીમોના રક્ષણ સાથે કામગીરી કરવામાં આવેલ. સદર વીજ-ચેકિંગ દરમ્‍યાન બે સ્‍ટોન ક્રશરના વીજ જોડાણમાં ગેરરીતી માલૂમ પડેલ હતી.

જે પૈકી એક જોડાણ માં વીજ-મીટર વિના બિન-અધિકૃત રીતે લંગર થી ૩૫.૯૫ કી.વો. વિજભાર માં વીજ વપરાશ માલૂમ પડેલ, જયારે અન્‍ય બીજા વીજ-જોડાણ માં વીજ-ટ્રાન્‍સફોર્મર પરથી લંગર લઈ મીટર બાયપાસ કરી, કુલ-૧૬૮ કિ.વો. વિજભાર જોડી વીજ વપરાશ માલૂમ પડેલ. સદર ગેરરીતી સબબ બંને જોડાણો ના પાવર સપ્‍લાય કાપી

કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સદર બંને જોડાણોના પૂરવણી બિલ ની અંદાજીત રકમ રૂપિયા ૧.૪૨ કરોડ જેટલી છે.

(12:56 pm IST)