Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કેશોદમાં રેલ્‍વે અંડરબ્રિજ કામગીરીના કારણે ચાર ચોક વિસ્‍તારની દશા અને દિશા બદલાય ગઇ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૩ :.. સ્‍થાનિક કેશોદના વરસો જૂના રેલ્‍વે ફાટક ઉપર ચાલતી અંડર બ્રિજની કામગીરીના કારણે ફાટકની નજીક જોજ આવેલ કેશોદના હૃદયસમાં ચાર ચોક વિસ્‍તારની અત્‍યારે દશા અને દિશા બન્ને બદલાય ગયેલા છે અને હવે ફરી પાછી આ વિસ્‍તારની સ્‍થિતિ અગાઉ હતી તેવી આવશે કે કેમ તે નાનો નહિ પરંતુ હિમાલય જેવડો મોટો સવાલ આ વિસ્‍તારની જનતા માટે ઉભુ થયો છે.

રેલ્‍વે લાઇન શરૂ થઇ ત્‍યારના સમયનુ કેશોદમાં રેલ્‍વે ફાટક હતું પરંતુ ત્‍યારે આ રેલ્‍વે ફાટક ગામની બહુ દુર હતુ ગામને ફાતી દિવાલ હતી. અને રાત્રિના સમયે ગામને દરવાજો બંધ થઇ જતા વસ્‍તી બહુ ઓછી હતી રસ્‍તા નહતા અને વાહનો પણ નહતા અને રેલ્‍વે ફાટકની પૂર્વ દિશામાતો એરોડ્રામ અને નવાબનો રાજમહેલ હતો આ સિવાય આજે દેખાય છે તેવી સોસાયટીઓ જીઇબી, શૈક્ષણિક સંસ્‍થાઓ, સ્‍ટોનકશર, ઓઇલ મીલો વિગેરે કાંઇ ન હતું.

પરંતુ બદલાયેલી સ્‍થિતિમાં આજે ટ્રાફિકમાં ભારે મોટા પ્રમાણમાં વધારો થયો છે દર ર૪ કલાક દરમિયાન આશરે પંદરેક વખત રેલ્‍વે ફાટક બંધ થતુ જેથી ફાટકની બન્ને તરફ વાહનોની લાઇનો થઇ જતી અને આકસ્‍મિક સંજોગોમાં ભારે મુશ્‍કેલી પડતી ફાટક ખુલ્‍યા પછી બન્ને તરફનો ટ્રાફિક કલીયર થતા ઓછામાં ઓછી વીસેક મીનીટ નીકળી જ હતી.

આ સમસ્‍યા ઘણા વરસો સુધી રહી ચૂંટણી અથવા તો આવા કોઇ સંમેલન આ અંગે રજૂઆતો થતી અને આ મુશ્‍કેલીના નિવારણ માટેના આશ્વાસનો પણ અપાતા પરંતુ આજ સુધી આ દિશામાં કોઇ નકકર કામગીરી થઇ ન હતી. દરમિયાન ફાટક મુકત ગુજરાતની રાજય સરકારની યોજના નીચે કેશોદના આ રેલ્‍વે ફાટકનો પણ વારો આવી ગયો છે અને તેના ભાગરૂપે અત્‍યારે આ કામગીરી આવી રહી છે.

આ રેલ્‍વે ફાટક ઉપર કામગીરી શરૂ થતા અત્‍યારે આ ફાટકની બન્ને તરફના વિસ્‍તારની સ્‍થિતી બદલાય ગયેલી છે. આ રેલ્‍વે ફાટક ઉપરથી છે. ચોવીસ કલાક દરમિયાન આશરે બે હજાર જેટલા નાના-મોટા વાહનો પસાર થતા અને આ વાહનો ચાર ચોક વળાંક લઇ રેલ્‍વે ફાટક ઉપર આવ-જા કરતા હવે આ કામગીરી શરૂ થતા ફાટક ઉપરાંત ટ્રાફિક પણ સદંતર બંધ થયો છે. પરિણામે આખો દિવસ ધમધમતો ચાર ચોક પણ શાન્‍ત અને નિરસ બની ગયો છે. આ વિસ્‍તારના તમામ ધંધાર્થીઓ પણ અત્‍યારે ધંધાના અભાવે દિશા શુન્‍ય સ્‍થિતિમાં મુકાયા છે. નવી જગ્‍યા કયાં શોધવી અને ત્‍યાં ધંધો થઇ શકે કે કેમ ? તે મોટી ચિંતાનો વિષય બની ગયો છે. જેથી અત્‍યારે એવુ સ્‍હોદે કહી શકાય તે ચાર ચોક વિસ્‍તારની દશા અને દિશા અત્‍યારે તો બદલાય ગયેલી છે.

ઉપરોકત સ્‍થિતિ આજની છે અંડર બ્રીજનું આ કામ લગભગ બે વરસ સુધી ચાલે તેવી શકયતા છે અને બે વરસ પછી પણ આ વિસ્‍તારની શું સ્‍થિતિ થશે તે કોઇ વિશ્વાસથી કહી શકે તેવી સ્‍થિતિમાં નથી અત્‍યારની આ સ્‍થિતિમાં સૌથી મોટો માર આ વિસ્‍તારના વ્‍યાપારીઓના ભાગે જ આવશે તેમાં શંકાને કોઇ સ્‍થાન નથી.

(1:07 pm IST)