Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

બટેકાના કટ્ટામાં હેરાફેરી જુનાગઢમાં ટ્રકમાં રર૯ બોટલ લઇ નિકળતા ૧ર લાખનો વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ : રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચનાથી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ સતત પ્રયત્‍નશીલ હોય ક્રાઇમ બ્રાન્‍ચ જુનાગઢની ટીમને હકિકત મળેલ કે ટાટા ૪૦૭ રજી. નં. જીજે ૧૪ ઝેડ ૦૭૮૭ માં દારૂના મોટા જથ્‍થની હેરાફેરી ચાુ છે અને આ ટ્રક હાલ રાજકોટ તરફથી જુનાગઢ આવે છે અને આ ટ્રકમાં દારૂનો જથ્‍થો ભરેલ છે જે દારૂના જથ્‍થાનું સાબલપુર ચોકડી નજીક કટીંગ કરવાના છે તેવી હકિકત મળતા સાબલપુર ચોકડી ખાતે વોચમાં રહેતા ઉપરોકત હકિકતવાળો ટ્રક આવતા રોકાવી ચેક કરતા ટ્રકના ઠાઠામાં બટાકાની બોરીઓ ઉચકાવી ચેક કરતા પ્રોહીબીશનનો જથ્‍થો મળી આવતા પુછતા આ દારૂ ધીરેજ અમૃતલાલ કારીયા લોહાણા રહે. જુનાગઢ વાળાએ મંગાવેલ હોવાની હકિકત જણાવેલ જેથી પ્રોહીબીશનનો તમામ મુદામાલ કબ્‍જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. ૧૧ર૦૩રપર૩૦૧૩૭/ર૩ પ્રોહી ક.૬પ એઇ. ૮૧, ૮૩, ૯૮ (ર) ખાતે તા.ર/૩/ર૦ર૩ ના રોજ ગુન્‍હો રજી. કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપી

દેવદત સ/ઓ બાવકુભાઇ સુરગભાઇ બસીયા કાઠી દરબાર ઉ.૩૮ રહે. હાલ બ્‍લોક નં.૩૦૬, ગોપી એપાર્ટમેન્‍ટ, નકલંક આશ્રમ જીથડી રોડ, જેતપુર જી. રાજકોટ ગ્રામ્‍ય મુળ ગામ હનુમાનખીજડીયા તા.વડીયા છે અને (૧) ધીરેન અમૃતલાલ કારીયા લોહાણા રહે. નોબલ પ્‍લેટેનીયમ, રાયજી બાગ, જુનાગઢ (ર) ભગા કરશનભાઇ ભારાઇ રહે. જુનાગઢ ગીરનાર દરવાજા ફરાર છે.

કબ્‍જે કરવામાં આવેલ મુદામાલ

પેટી નં. ૧૩૭ બોટલ નંગ ૧૬૪૪ કિ. રૂા.૬,પ૭,૬૦૦, પેટી નંગ-૩ર બોટલ નંગ ૩૮૪ કિ.રૂા. ૧,૯૯,૬૮૦, પેટી નંગ ૬૦ બોટલ નંગ ૭ર૦ કિ. રૂા.ર,૮૮,૦૦૦ ટ્રક રજી. નં. જીજે ૧૪-ઝેડ ૦૭૮૭ કિ. રૂા.૭,૦૦,૦૦૦, બટેકાના કટ્ટા (બોરી)નંગ ર૦ કિ. રૂા.૧૦,૦૦૦ મો.ફોન ૧ કિ. રૂા.૧૦,૦૦૦ મળી કુલ કી. રૂ. ૧૮,૬૭,૯૮૦ નો છે

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચના ઇન્‍ચા. પો.ઇન્‍સ જે.જે.પટેલ અને પો.સ.ઇ. જે.જે.ગઢવી, ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. નિકુલ એમ.પટેલ તથા પો. હેડ. કોન્‍સ યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ તથા પો.કોન્‍સ કરશનભાઇ કરમટા, મયુરભાઇ કોડીયાતર મુકેશભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગરી કરેલ છે.

(1:12 pm IST)