Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જોડીયા પાસે નાકાબંધી તોડી પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરી હત્‍યાના પ્રયાસના કરવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૩:  જોડીયા પીએસઆઇ આર.ડી.ગોહીલને તા.૧૭-ર-ર૦ર૩ના રોજ બપોરના ૩ વાગ્‍યે મોરબી એલસીબીના પીઆઇ ચૌહાણએ ફોન કરી જાણ કરેલ કે મોરબી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ઇ.પી.કો. કલમ ૩૬પ, ૩ર૩ વિગેરેના ગુનાના કામે આરોપી સ્‍કોર્પીયો કાર જેના રજી. નં. જી.જે. ૩૬ એ એફ ૦૭૮૯ લઇ નાસી ગયેલ હોય જે આપના પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર તરફ આવતી હોવાની હકીકત મળતા જોડીયા પીએસઆઇ આર.ડી.ગોહીલે તેના સ્‍ટાફના માણસો સાથે ભાદરા પાટીયા પાસે વોચમાં હોય અને જોડીયા ધ્રોલ તરફ જતા બન્ને રોડ બ્‍લોક કરી રાખેલ તે દરમ્‍યાન કલાક ૪.૩૦ વાગ્‍યે એક કાળા કલરની સ્‍કોર્પીયો કાર આમરણ તરફથી આવતા જે ગાડીના નંબર જોતા રજી.નં. જી.જે. ૩૬ એ.એફ. ૦૭૮૯ જણાયેલ. તેથી આ ગાડીને રોકવાનો પ્રયત્‍ન કરતા તેઓએ જોડીયા પીએસઆઇ આર.ડી.ગોહીલ ઉપર ચડાવી દઇ મારી નાખવાની કોશીષ કરતા પીએસઆઇ આર.ડી.ગોહીલ ખસી જતા આ ગાડીને જોડીયા પોલીસના સ્‍ટાફ દ્વારા રોકવાનો પ્રયત્‍ન કરતા તેના ઉપર પણ ચડાવી દઇ મારી નાખવાની કોશીષ કરતા પોલીસ સ્‍ટાફ પણ ખસી જતા આ ગાડી ચાલક ગાડીનો વણાંક વાળી આમરણ તરફ જતા રોડ પર ગાડી ચલાવવા જતા જોડીયા પીએસઆઇ આર.ડી.ગોહીલ તેની સર્વિસ  પિસ્‍તોલ વડે ગાડીના પાછળના ભાગે ત્રણ રાઉન્‍ડ ફાઇરીંગ કરેલ. જેમાંથી બે રાઉન્‍ડ ફાઇરીંગ થયેલ. જેમાં એક રાઉન્‍ડ મીસ ફાયર થયેલ અને આ સ્‍કોર્પીયો ગાડીના ચાલકે તેની ગાડી રોકેલ નહી. તેથી જોડીયા પોલીસ સ્‍ટાફના માણસો તેની બોલેરો ગાડીથી પીછો કરેલ. તેવામાં આ સ્‍કોર્પીયો ગાડી કેશીયા ગામ પાસે ભટકાયેલ હાલતમાં મળી આવેલ અને તેમાં જોતા કોઇ હાજર મળી આવેલ નહી. તેથી આજુબાજુમાં તપાસ કરતા આ સ્‍કોર્પીયો ગાડીના ચાલક કેશીયા ગામ તથા હજામ ચોરા તરફ જતા રહેલાની બાતમી મળેલ અને ત્‍યાં તપાસ કરતા સાંજે ૬.૩૦ વાગ્‍યે હાડાટોડા જતા સીમ રસ્‍તે આ બંને આરોપીઓ ત્‍યાં સંતાઇને બેસેલા હોય મળી આવેલ. જેથી આ બન્ને આરોપીઓને પોલીસે કોર્ડન કરી પકડી પાડેલ.

 આ બનાવની ફરીયાદ જોડીયા પીએસઆઇ આર.ડી.ગોહીલે આરોપી સલીમભાઇ દાઉદભાઇ માણેક તથા રફીકભાઇ ગફુરભાઇ મોવર વિરૂધ્‍ધ ઇ.પી.કો. કલમ ૩૦૭, ર૭૯ મુજબ ગુનો નોંધી આ બન્ને આરોપીઓની ધરપકડ કરેલ.

આ કામમાં પકડાયેલ આરોપી રફીક ગફુરભાઇ મોવરએ જામીન ઉપર મુકત થવા માટે જામનગરના એડીશ્નલ સેસન્‍સ જજ શ્રી એમ.આર.ચૌધરીની કોર્ટમાં કરતા  આરોપી રફીક ગોકુરભાઇ મોવરને કોર્ટે રૂા. પ૦,૦૦૦ના જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ છે.

આ કામના આરોપી રફીક  ગફુરભાઇ મોવરના વકીલ તરીકે મનોજ એમ.અનડકટ, રાજેશ એમ.અનડકટ, હસમુખભાઇ જેઠવા, નિર્મળસિંહ એન.જાડેજા, હેત એમ.અનડકટ, જીત એમ.અનડકટ, મિહીર મહેતા રોકાયા હતા.

(2:01 pm IST)