Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જામનગરમાં દારૂ અંગે ત્રણ દરોડા

જામનગર,તા. ૩ જામનગર જીલ્લા માંથી દારૂ જુગારની બદી નેસ્‍ત નાબુદ કરવા દારૂ જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ જેથી એલ.સી.બી. ના પોલીસ ઇન્‍સ.જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.  એસ.પી.ગોહિલ તથા પી.એન.મોરી તથા સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

દરમ્‍યાન એલ.સી.બી સ્‍ટાફના શીવભદ્રસિંહ જાડેજા, ફીરોજભાઇ ખફી તથા હરદીપભાઇ ધાધલ ને મળેલ બાતમી હકિકત આધારે આરોપીઃ- જીતુદાન રાયદેભાઇ ગઢવી રહે.ગુલાબનગર રાજમોતી સોસાયટી જામનગર વાળાના મકાનમા વેગનઆર કાર નં.જીજે.૧૫.સીએફ.૩૭૭૪ માથી ઇંગ્‍લીશ દારૂ બોટલ નંગ-૭૦ કિ.રૂ.૨૮,૦૦૦/ તથા વેગનઆર કાર,મો.ફોન મળી કુલ ૨,૩૩,૦૦૦/- મુદામાલ કબ્‍જે કરી મજકુર વિરૂધ્‍ધ ધમેન્‍દ્રસિંહ જે જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્‍સ યશપાલસિંહ જાડેજા એ પ્રોહીબીશન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ સપ્‍લાય કરનાર પદુભા રહે.જીવાગામ તા.ધ્રાંગધ્રા વાળાને પકડવા માટે તજવીજ કરવામા આવેલ છે.

તેમજ એલ.સી.બીના શીવભદ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફી ને મળેલ બાતમી હકિકત આધારે આરોપીઃ- હરદેવસિંહ ઉફે દાબેલી ગુમાનસિંહ જાડેજા રહે.શરૂસેકશન રોડ એમ.પી.શાહ ઉધોગનગર ની પાછળ જામનગર વાળાના કબ્‍જાની એકટીવા મો.સા .નં.જીજે.૧૦.સીકે.૧૭૫૨ માથી ઇંગ્‍લીશ દારૂ બોટલ નંગ-૧૧ કિ.રૂ.૪૪,૦૦/ તથા એકટીવા મો.ફોન મળી કુલ ૩૪,૯૦૦/- મુદામાલ કબ્‍જે કરી મજકુર વિરૂધ્‍ધ શીવભદ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્‍સ ભગીરથસિંહ સરવૈયાએ પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી કરેલ છે.

તેમજ એલ.સી.બીના યશપાલસિંહ જાડેજા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા ને મળેલ બાતમી હકિકત આધારે આરોપીઃ-અજય કેશુભાઇ હડીયલ રહે.ગુલાબનગર શ્‍યામ ટાઉનશીપ જામનગર વાળના કબ્‍જાના રહેણાક મકાનમાથી ઇંગ્‍લીશ દારૂ બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪૮,૦૦/ તથા એકટીવા મો.ફોન મળી કુલ ૯૮૦૦/- મુદામાલ કબ્‍જે કરી,મજકુર વિરૂધ્‍ધ વિરૂધ્‍ધ ફીરોજભાઇ ખફી એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્‍સ યશપાલસિંહ જાડેજા એ પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્‍સ.શ્રી જે.વી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા પી.એન. મોરી નાઓ સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ,,દિલીપભાઇ તલવાડીયા,ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ જાડેજા,હરદિપભાઇ ધાધલ,ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિહ જાડેજા, શીવભદ્રસિંહ જાડેજા,દોલતસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર,બલવતસિંહ પરમાર,સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, ધમેન્‍દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલાસરા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(1:50 pm IST)