Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક રૂા. ર૦ કિલોના ૭૦૦૦ થી ૧ર૦૦૦નો ભાવ બોલાયો

બીજા દિવસે બામણાસાના જ ખેડુતના રર બોકસની આવક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ : ફળોની રાણી કેસર કેરીની સીઝનનો પ્રારંભ થવામાં છે. ત્‍યારે જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ છે અને આજે બીજા દિવસે પણ બામણાસાના જ એક ખેડુતની કેસર કેરીના રર બોકસની આવક થઇ છે.

જુનાગઢમાં દોલતપરા સ્‍થિત માર્કેટીંગ યાર્ડનાં ઇન્‍સ્‍પેકટર હરેશભાઇ પટેલ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે જુનાગઢ યાર્ડમાં ગઇકાલથી કેસર કેરીની આવક શરૂ થઇ છે. પ્રથમ દિવસે બામણાસાના ભાવેશભાઇ નામના ખેડુતના ર૦ બોકસ આવ્‍યા હતા અને આજે પણ એમના જ વધુ રર બોકસ કેસર કેરીની આવક થયેલ.

તેઓએ વધુમાં જણાવેલ આજે બામણાસાની ખેડુતની ર૦ કિલો કેસર કેરીનો ભાવ રૂા.૭૦૦૦થી ૧ર હજારનો બોલાયો હતો. પ્રારંભમાં કેસરની આવક હજુ ધીમી હોય તેથી ભાવ ઉંચા રહયા છે. પરંતુ હોળી બાદ કેરીની આવક વધશે અને ભાવ પણ ઘટશે.યાર્ડના ઇન્‍સ્‍પેકટર શ્રી હરેશ પટેલે વધુમાં જણાવ્‍યું કે, આ વર્ષે કેસર કેરીનું ઉત્‍પાદન સારૂ  થવામાં હોય તેથી લોકોને  કેસર કેરીનાં સ્‍વાદ પણ સારી રીતે માણવા મળશે. જો કે ભાવની દ્રષ્‍ટીએ હજુ પ્રતિક્ષા કરવી પડશે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:54 pm IST)