Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જુનાગઢ ઉપલા દાતારની ટેકરી ઉપર સોમવારે ઉતાસણી પ્રગટાવાશે

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ તા. ૩ : કોમી એકતાના તિક સમી ઉપલા દાતાર ની ધાર્મિક જગ્‍યામાં વર્ષોની પરંપરા મુજબ ગૌશાળાના પવિત્ર છાણાની ઉતાસણીનું પર્વ ઉજવવામાં આવશે. હોલિકાનું પૂજન પૂજ્‍ય ભીમ બાપુ અને પધારેલા ભાવિકજનો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે અને ઉતાસણીનુ પ્રાગટય થશે વર્ષ દરમિયાન ભેગા થયેલા ગૌશાળાના છાણામાંથી હોળીનું પ્રાગટય થશે અને હોળીના પ્રાગટય બાદ હોળીની જ્‍વાળાઓ કઈ દિશામાં જાય છે તેના ઉપરથી વર્ષનો વર્તારો નક્કી કરવામાં આવશે આટલી ઊંચાઈ ઉપર પણ હોલિકાના દર્શન કરવા ભાવિક ભક્‍તજનો આવી પહોંચે છે હોલિકાના દર્શન કરવા પધારેલા ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે મહંત શ્રી ભીમ બાપુ દ્વારા એક યાદીમાં જણાવ્‍યું છે.

(1:55 pm IST)