Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જેતપુરમાં એલસીબીએ ર૦૪ બોટલ દારૂ ઝડપી લીધાઃ બુટલેગર ડબલીની શોધ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩ : જેતપુરનાં બાપુની વાડી વિસ્‍તારમાંથી રૂરલ એલસીબીએ રેઇડ કરી દારૂની ર૦૪ બોટલ ઝડપી લીધી હતી. જયારે નામચીન બુટલેગરની શોધખોળ હાથ ધરાઇ છે.

એલસબી પીઆઇ વી.વી.ઓડેદરાની સુચનાથી પી.એસ.આઇ. ડી.જી. બડવા સ્‍ટાફના નિલેશભાઇ ડાંગર, દિવ્‍યેશભાઇ સુવા, વિરાજભાઇ ધાંધલ સહિતના પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન, બાતમી મળેલ કે બાપુની વાડી વિસ્‍તારમાં રહેતો બુટલેગર અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા પોતાના રહેણાંક મકાન પાસે આવેલ બાલક હનુમાન મંદિર દેવ દ્વાર લખેલ વાડીમા ઇગ્‍લીશ દારૂનો જથ્‍થો રાખી વેચાણ કરે છે.

જેથી એલસીબી પોલીસે રેડ કરતા વાડીના બાથરૂમમાં જુદીજુદી બ્રાન્‍ડની દારૂની બોટલ નંગ-ર૦૪ કિ. રૂા.૭૯,૮૦૦નો મળી આવેલ. પરંતુ રેડ દરમિયાન અનિલ ઉર્ફે ડબલી હાજર ન હોય દારૂનો જથ્‍થો કબ્‍જે કરી આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપી દેતા શહેર પોલીસે અનિલ ડબલી વિરૂધ્‍ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:56 pm IST)