Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

પોરબંદર કોરોના કાળમાં વધુ એક ડીગ્રી વગરના ડોક્ટરને ઝડપી લેતી પોલીસ

સ્મીત પારેખ દ્વારા) પોરબંદર:::પોરબંદર કોરોના કાળમાં વધુ એક ડીગ્રી વગરના ડોક્ટરને  પોલીસે ઝડપી લીધો છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે થી ડીગ્રી વગરના ડોક્ટરને પોલીસે ઝડપી લીધો છે.

આદિત્યાણા ગામે મકાન ભાડે રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને S.O.G પોલીસે ઝડપી કરી કરીવાહી કરી છે. આરોપી ઇશ્વરસિંહ હરકુલસિંહ ડુડી ને દવા ઇન્જેકસ સહિત 5122 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. કોરોના મહામારી માં પોલીસે અગાઉ પણ ડીગ્રી વગરના ડોકટરો સામે કાર્યવાહી કરી હતી.

(9:39 pm IST)