Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મોરબીમાં આરોગ્ય કર્મચારીઓનું સન્માન

મોરબી : તાલુકાના જૂના નાગડાવાસ ગામે સેવા સપ્તાહ અંતર્ગત જૂના નાગડાવાસ હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, ઉપપ્રમુખ હસુભાઇ પંડયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા સાથે જ  હાઇસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ કરી અને વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવામાં આવ્યો હતો તે તસ્વીર.

(12:15 pm IST)