Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જામનગરનાં ભોજલપુરમાં થ્રેશરના પટ્ટામાં આવી જતા ૧૫ વર્ષની પાયલ ભુરીયાનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: ધ્રોલ તાલુકાના ભોજલપુર ગામે રહેતા મડીયાભાઈ સિંગાભાઈ માનસીંગભાઈ ભુરીયા, ઉ.વ.૪૩, એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા. ર–૬–ર૧ના આ કામે મરણજનાર પાયલબેન મડીયાભાઈ સિંગાભાઈ ભુરીયા, ઉ.વ.૧પ, રે. હાલ યોગેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજાની વાડીએ ડાંગરા ગામ, તા.ધ્રોલ, જિલ્લો–જામનગરવાળી રમતા રમતા મગફળી કાઢવાના ટ્રેકટરના ચાલુ થ્રેશરના પટ્ટામાં માથાના વાળ આવી જતા ખેચાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મરણ થયેલ છે.

ઉદ્યોગનગરમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો : બે ફરાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. નિકુલસિંહ વિક્રમસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે. કે, તા.ર૦–૬–ર૧ ના ઉધોગનગર, હનુમાનજીની ડેરી પાસે, ખુલ્લા વાળામાં આરોપી નિશીતભાઈ ઉર્ફે ભોલો રાજુભાઈ કટારા એ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૧૬, કિંમત રૂ.૮,૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી રાજુભાઈ ઉર્ફે ઘેલો કમલેશભાઈ ભારાઈ, હનુમાન ભાનુશાળી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રૂપિયા દેવાની ના પાડતા છરી વડે હુમલો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિપુલભાઈ રમેશભાઈ સોલંકી, ઉ.વ.૩૭, રે. સ્વામીનારાયણ નગર, વિમન પાર્ક, પ્લોટ–૮૩ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૬–ર૧ના પંચેશ્વર ટાવર, માલધારી હોટલ પાસે, જામનગરમાં આરોપી અશોક ઉર્ફે ચકો ઉર્ફે મીસ્ત્ર્રી ગાંડાલાલ રાઠોડ એ ફરીયાદી વિપુલભાઈ પાસેથી પાંચેક દિવસ પહેલા પચાસ હજાર રૂપિયા માંગેલ જે ફરીયાદી વિપુલભાઈએ આપવાની ના પાડતા આરોપી અશોક ઉર્ફે ચકો ઉર્ફે મીસ્ત્રી ગાંડાલાલ રાઠોડ એ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને આજરોજ આરોપી અશોક ઉર્ફે ચકો ઉર્ફે મીસ્ત્ર્રી ગાંડાલાલ રાઠોડ એ આ બાબતનો ખાર રાખી ફરીયાદી વિપુલભાઈ તથા તેનો મિત્રો માલધારી હોટલ પાસે ઉભા હોય ત્યારે આરોપી અશોક ઉર્ફે ચકો ઉર્ફે મીસ્ત્ર્રી ગાંડાલાલ રાઠોડ  તથા રાહુલ અશોકભાઈ રાઠોડ એ આવી આરોપી રાહુલ અશોકભાઈ રાઠોડએ ફરીયાદી વિપુલભાઈને માથામાં લોખંડનો પાઈપ મારી ઈજા કરી તા આરોપી અશોક ઉર્ફે ચકો ઉર્ફે મિસ્ત્રી ગાંડાલાલ એ ફરીયાદી વિપુભાઈને હોઠમાં ડાબી બાજુ છરી મારી ઈજા કરી બંન્ને આરોપીઓએ એકસંપ કરી જેમફાવે તેમ ગાળો આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દુકાનમાં પતરું લગાવવાની ના  પાડતા બબાલ

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ પરષોતમભાઈ નંદા, ઉ.વ.૪૩, રે. શંકર ટેકરી દિપ્લોટ–૪૮ શંકરના મંદિર પાસે જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૬–ર૧ ના દિ.પ્લોટ–૪૯– આશાપુરા ના મંદિર પાસે ફરીયાદી અશોભાઈને પાન કોલ્ડ્રીકસની દુકાન ચલાવતા હોય અને આરોપી જીતુભાઈ વિનુભાઈ કનખરાની બાજુમાં ફાઈનાન્સની ઓફીસ આવેલ હોય અને ફરીયાદી અશોકભાઈની દુકાન માંથી કચરો ઉડવા બાબતે આરોપી જીતુભાઈ વિનુભાઈ કનખરાએ ફરીયાદી અશોકભાઈને પતરું લગાવવાનું કહેતા  ફરીયાદી અશોકભાઈએ પતરુ લગાવવાની ના કહેતા આરોપી અશોકભાઈ તથા કિશનભાઈ જીતુભાઈ કનખરા, રે. જામનગરવાળા  ઉશ્કેરાઈ જઈ એકસંપ કરી ફરીયાદી અશોકભાઈને ભુંડા બોલી ગાળો આપી આરોપી જીતુભાઈ વિનુભાઈ કનખરા એ ઝાપટ મારી બેજ બોલના ધોકા વડે ફરીયાદી અશોકભાઈના માથાના અગાળના ભાગે તથા આરોપી કિશોનભાઈ એ પાઈપ વડે ફરીયાદી અશોકભાઈના માથાના પાછળના ભાગે ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામનો ભંગ કરી ગુનો કરેલ છે.

ફીઝીયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલ પાસેથી મોટર સાયકલ ચોરાયું

અહીં સીટી બી ડિવઝન પોલીસ સ્ટેશનમાં જયરાજસિંહ દિગ્વીજયસિંહ જાડેજા, ઉ.વ.૩૦, રે. ટી.બી. હોસ્પિટલ રોડ, ફીઝીયો થેરાફી ગર્લ્સ, હોસ્ટેલ સામે, જામનગરમાં ફરીયાદી જયરાજસિંહનું કાળા કલરનું હિરોહોન્ડા સ્પેલન્ડર પ્લસ જેના રજી.નં.જી.જે.–૧૦– એ.જી.ર૧૧૧ વાળુ રૂ.ર૦,૦૦૦/– નું પાર્ક કરેલ હોય કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:16 pm IST)