Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જામનગર મનપાના વર્ક આસી, ઈજનેર પર કોન્ટ્રાક્ટરનો હુમલો : પ્રિ-મોન્સૂન કામગીરી વ્યવસ્થિત કરવાનું કહેતા ફડાકા ઝીકી ધોકો લઈને દોડ્યો :તાત્કાલિક પગલાં લેવા માંગ

ઈજનેર મલય ઠાકર પર કોન્ટ્રાકટર ધીરેન્દ્ર ફલિયાના હુમલાના ઘેરા પ્રત્યાઘાત : કાલે સવારે કમિશનર કાર્યાલય પાસે ટેક્નિકલ યુનિયનના હોદેદારો કરશે ધરણા

જામનગર : જામનગર મનપાના ઈજનેર પર કોન્ટ્રાકટરે હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, મનપાના વર્ક આસી, ઈજનેર ઈજનેર મલય ઠાકર પર કોન્ટ્રાકટર ધીરેન્દ્ર ફલિયાના હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ટેક્નિકલ યુનિયનના હોદેદારોએ આ બાબતે મ્યુનિ, કમિશનરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે,

 આ અંગે મળતી વિગત મુજબ જામનગરમાં જવાહરનગર-1માં આવેલ મારુતિનગરમાં પ્રિ-મોનસુનની કામગીરી વ્યવસ્થિત કરવાનું કહેતા કોન્ટ્રકટર ધીરેન્દ્ર કે ફલીયાએ ફડાકા ઝીકી દીધા હતા અને ધોકો લઈને પાછળ દોડ્યા હતા,

આ અંગે ટેક્નિકલ યુનિયનના પ્રમુખ પી,ઝી, બોખાણી અને ઉપ પ્રમુખ બી,એન,જાનીએ આ બાબતે મ્યુનિ, કમિશનરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે, અને કાલે  કમિશનર કાર્યાલય પાસે ધરણા કરશે

(9:18 pm IST)