Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મોરબી એકેડેમિક એસોની પહેલ, કોરોનામાં પરિવારના મોભી ગુમાવનાર બાળકને ફ્રી ટ્યુશન

મોરબી : કોરોનાના કહેર દરમિયાન અનેક પરિવારોએ પોતાના ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે. આવા પરિવારના બાળકોનું શિક્ષણ ન અટકે તથા તેઓ પગભર બની પોતાના પરિવારનો સહારો બને તે માટે મોરબી એકેડેમીક એસોસિએશન દ્વારા તેઓને ટ્યુશન ફી ન લેવાનો માનવતાવાદી નિર્ણય કર્યો છે.
આ નિર્ણયથી આ પરિવારો સાથે સહાનુભૂતિ દર્શાવી જોય ઓફ ગીવિંગના મંત્રને અનુસરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ યોજના ગુજરાતી તેમજ અંગ્રેજી બંને માધ્યમના તમામ બોર્ડના કોઈપણ શાળામાં અભ્યાસ કરતા મોરબી શહેરના પરિવારો માટે છે.
   વધુ વિગતો માટે મોરબી એકેડેમીક એસોસિએશનના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી 9879024410, મહામંત્રી જશવંતભાઈ મીરાણી 9825327442, ઉપપ્રમુખ પ્રમોદસિંહ રાણા 9227290000, પરીમલભાઈ ઠક્કર 9825445538, અનિલભાઈ પરમાર 9228869439, કેતનભાઈ કડિવાર 9276817654, મંત્રી અલ્પેશભાઈ ગાંધી 9898448974, ગુંજનસર 8460222909, ઝાલા સર 9033600303, કલ્પેશભાઈ પુજારા 9033669310 સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત ભવિષ્યમાં દાતાઓના સહયોગથી આવા વિધાર્થીઓને પાઠ્યપુસ્તક નવનિત કે અભ્યાસ માટે જરૂરી અન્ય સામગ્રી પણ આપવામાં આવશે તેવું પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું

(11:24 pm IST)