Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબીના સિરામિક સેડ પરથી પતરું નીચે પડતા યુવાનનું મોત

સેડમાં કેચી પતરાનું કામ કરતી વેળાએ સેડ પરથી અકસ્માતે પતરું નીચે પડતા આરીફભાઈને માથાના ભાગે ઇજા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું

મોરબીના લખધીરપુર નજીક આવેલ જેક્ષ સિરામિકમાં પતરાનું કામ કરતા સેડ પરથી અકસ્માતે પતરું નીચે પડતા યુવાનને ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર નજીક આવેલ જેક્ષ સિરામિકમાં આરીફભાઈ અલારખાભાઇ બલોચ (ઉ.૨૩) (રહે.મોરબી રેલ્વે સ્ટેશન પાછળ )સિરામિકમાં સેડમાં કેચી પતરાનું કામ કરતા હતા દરમિયાન સેડ પરથી અકસ્માતે પતરું નીચે પડતા આરીફભાઈને માથાના ભાગે ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:41 pm IST)