Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ટુ વહીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવું ફરજીયાત :RTO અને જિલ્લા ટ્રાફિક પોલીસને અમલવારી કરાવવા આદેશ

જીલ્લા ટ્રાફીક પોલીસ, આર,ટી, જીલ્લા શિક્ષણાધિકારી સંયુકત રીતે ટ્રાફીક અવરનેસ માટે ઝુંબેશ ચલાવશે : પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટનો પરિપત્ર

પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટના પરિપત્ર મુજબ એવું ધ્યાન ઉપર આવેલ છે કે, મોટા ભાગના ટુ વ્હીલર વાહન ચાલકો વગર હેલ્મેટ વાહન ચલાવતા જરે પડે છે. જે કાયદાનો ભંગ છે. તે સાથે આવા વાહન ચાલકો પોતાનું કાન જોખમમાં મુકે છે અને સાથે પરિવારની સુખ-શાંતિને પણ જોખમમાં મુકે છે. જે ઘણી ગંભીર બાબત છે. ધ મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ પ્રિન્સીપલ એક્ટ સેક્શન - ૧૯ મુજબ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. આથી નીચે મુજબના પગલા લેવા સૂચના આપવામાં આવે છે,

(૧) જીલ્લા ટ્રાફીક પોલીસ, આર,ટી,ઓ,જીલ્લા શિક્ષણાધિકારી સંયુકત રીતે ટ્રાફીક અવરનેસ અને હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃતિ કેળવવા આવના પંદર દિવસ સુધી સધન ઝુંબેશ ચલાવવી,ટ્રાફિકમાં સલામત રીતે વાહન ચલાવવા અને હેલ્મેટના ઉપયોગ અંગે કાયદાના પાલન અંગે કરારી કાર્યવાહી આર.ટી.ઓ.જીલ્લા ટ્રાફી, પોલીસ ધ્વારા કરવામાં આવે

(૩) જિલ્લાની તમામ સરકારી કચેરીના ઘડાએ પોતાના તમામ કર્મચારી હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ; વાહન ચલાવે તેની જાતે ખાત્રી કરી દિવસ-૩ માં પરિપત્ર અમલવારી અંગે નીચેના નમુનામાં પ્રમાણપત્ર મોકલી આપવાનું રહેશે

   
(12:18 am IST)