Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સાવરકુંડલા : મધ્યમ વર્ગના બાળકોને વિનામૂલ્યે ઇંગ્લિસ શિક્ષણ

સાવરકુંડલા : દરિયાપુર ધારાસભ્ય ગ્યાસુદીન શેખની પોતાના વિધાનસભાના મતદારોના વિશ્વાસ અને ભરોસા ઉપર ખરા ઉતરવાની ઈમાનદારીથી કરેલ કોશીશના ફળ સ્વરૂપ મા ગયા ૨૦૧૯મા કાલુપુર પબ્લિક સ્કુલ ઈગ્લિશ મીડિયમ ચાલુ કરાવી અને ટુક સમયમા બંધ પડેલ ડબગડવાડ મ્યુ. ઉર્દુ શાળાને પોતાના ૨૦ લાખના બજેટ માથી રીનોવેશન કરાવી આધુનિક અને સ્માર્ટ એજયુકેશન મળે તે માટે દરિયાપુર ઈગ્લિશ પબ્લિક સ્કુલ આ વર્ષથી ચાલુ થવા જાય છે.તેનુ જાતે મ્યુનિ. કાઉન્સીલરોને આગેવાનોને સાથે રાખી આજરોજ કામગીરીનુ નિરિક્ષણ કરેલ હતુ.અને શાળા ચાલુ થતા કાલુપુર,દરિયાપુર,શાહપુરના મધ્યમ વર્ગના બાળકોને મફત ઈગ્લિશ શિક્ષણ મળશે.ધારાસભ્ય સાથે મ્યુ.કાઉન્સીલરો નિરવ બક્ષી, ઈમતિયાઝ શેખ,સમીરા યુસુફ માર્ટીન,માધુરી ધ્રુવ કલાપી,માજી કાઉન્સીલર મોનાબેન ભુપેશભાઈ પ્રજાપતિ,હુશેન શેખ,ઝહીર શેખ,યુસુફ પેપરવાલા,આસીફભાઈ અન્ના,ડો.અસલમ શેખ,મકબુલ અનસારી,વાહીદ ખાન,શોકત પટેલ,આસીફ ચરખા,વગેરે જોડાયા હતા. (તસ્વીર : અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(10:01 am IST)