Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

નવા બનતા રોડમાં ભ્રષ્ટાચારના આરોપ મામલે

તળાજા પાલિકા કર્મી, નગરસેવિકાના પતિ અને આરોપ લગાવનાર વચ્ચે મારામારી

ભાવનગર તા.૩ : તળાજામાં બનતા આર.સી.સી રોડને લઈ નબળું કામ થતા હોવાના આરોપ સાથે પૂર્વ નગર સેવિકા દ્વારા કામની તપાસ કરવામાં આવે તેવી માંગ કરતી અરજી સ્થાનિક થી લઈ ગાંધીનગર સુધી કરવામાં આવી હતી.આ મામલો આજે વધુ ગરમાયો હતો.જેમારામારીના આરોપ સાથે બંને પક્ષે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધાયેલ ફરિયાદમાં ટેક્ષીના વ્યવસાય સાથે સંકળાયેલા અરવિંદભાઈ પાતુંભાઈ ચુડાસમા ઉ.વ.૫૦ એ નોંધાવેલ ફરિયાદમાં પોતાના પત્ની હંસાબેન પૂર્વ નગરસેવીકા હતા. સીસી રોડનું કામ ખરાબ થતું હોય અરજી કરેલ. આથી આજે રોડના કામ બાબતે ઈજનેર સાથે વાત કરતા હોય ધર્મેન્દ્રસિંહ દૈવતસિંહ વાળા,વિજયસિંહ કિશોરસિંહ વાળા એ આવી લાકડી અને ઢીકાપાટુનો માર મારેલ.છાતી અને વાસાના ભાગે ઇજા કરેલ.પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ બનાવના પગલે અરવિંદભાઈ કોળી સમાજના હોય સમર્થકો આવી ગયા હતા.

સામા પક્ષે પાલિકા માં ફરજ બજાવતા વિજયસિંહ કિશોરસિંહ વાળા ઉ.વ ૩૯ એ અરવિંદભાઈ પાતુંભાઈ ચુડાસમા વિરુદ્ઘ નોંધાવેલ ફરિયાદ માં આરોપ લગાવેલ છેકે આજે તેઓ ઈજનેર સાથે રોડના કામ પર હતા.એ સમયે અરવિંદભાઈ આવેલ.કહેવા લાગેલ કે રેતી,સિમેન્ટ નો માલ ઓછો નાંખો. મારે શુટીંગ કરવું છે. આથી તમે કહો તેમ અમારે ન કરવાનું નહોય તેમ કહેતા ઉશ્કેરાઈ હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારેલ.આ સમયે ધર્મેન્દ્રસિંહ આવી જતા બચાવેલ.મારી નાખવાની ધમકી આપેલ. આ બનાવ ને લઈ ચકચાર જાગી હતી.

ધર્મેન્દ્રસિંહ વાળા એ જણાવ્યું હતુંકે પોતાના ધર્મપત્ની પાલિકામાં કારોબારી ચેરમેન છે.રોડના કામ ની ફરિયાદ ને લઈ સ્થળ પર તપાસમાટે ગયેલા. મારામારી ની વાત પાયા વિહોણી છે.અરવિંદભાઈ ચુડાસમા ખોટું કરાવવા માગતા હતા. તેઓએ કહેલ કે ૧૫-૨૦ હજાર આપી દો તેવો આરોપ લગાવ્યો હતો.

(11:44 am IST)