Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ફુલગ્રામ-યોગી પેટ્રોલ પંપના રૂમમાં જુગારધામ રાજકોટના પાંચ સહિત ૧૪ પત્તા પ્રેમી ઝડપાયા

વઢવાણ,તા. ૩: અહીંનાયોગેન્દ્ર ઉર્ફે બકરો અનુલભાઇ સોલંકી દરજી રહે. પોપટપરા વજેરામ માસ્તરની શેરી તથા દિપેન કીરીટભાઇ જીડીયા ત.કોળી રહે.કુલગામ તા.વઢવાણ વાળો સાથે મળી આરોપી દિપેનભાઇ જીડીયાના ફુલગ્રામથી રામપરા જતા રોડ ઉપર આશરે ૨૦૦ મીટર દુર જમણા હાથ ઉપર આવેલ યોગી પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપના રૂમમાં  જુગારનો અખાડો ચલાવતા હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા છાપો મારતા આરોપીઓ (૧) ખાલીદ મુસ્તુફાભાઇ મમાણી ઉવ.૨૮ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહેજોરાવરનગર હનુમાન ચોક શેરી નં.૧૪ (૨) ઇકબાલ ગફારભાઇ પ્રમાણી ઉવ.ર૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.ખાટકીવાડ સુરેન્દ્રનગર (૩) અબ્દુલ ઇકબાલભાઇ બાબી ઉવ.૨૮ ધંધો મજુરી રહે.બસ સ્ટેશન પાછળ સુરેન્દ્રનગર (૪) અલ્તાફ હૈદરમિયા સૈયદ ઉવ.પર ધંધો.મજુરી રહે.નહેરૂનગર-૫, મેઇન રોડ, આમ્રપાલી, રાજકોટ (૫) સલીમભાઇ અબ્દુલભાઇ કારીયાણી ઉવ.૫૯ ધંધો રીક્ષા ડ્રાયવીંગ રહે.રાજકોટ રામનગર, શેરી નં.૩ હનુમાન મઢી, રૈયા રોડ (૬) અસ્લમ સતારભાઇ ભાડુલા ઉવ ૨૨ ધંધો મજુરી રહે.બસ સ્ટેશન પાછળ સુરેન્દ્રનગર (૭) ઇમરાન હબીબભાઇ બેલીમ ઉવ.૪૦ ધંધો મજુરી રહે.બજરંગવાડી મેઇન રોડ રાજકોટ (૮) હનીફ અબ્બાસભાઇ કટીયા ઉવ.૩૩ ધંધો.રીક્ષા ડ્રાયવીંગ રહે.ખાટકીવાડ સુરેન્દ્રનગર (૯) લીલાધરભાઇ ભોજરાજભાઇ મેઘાણી લુહાણા ઉવ.૫૬ ધંધો.પાનનો ગલ્લો રહે.જુલેલાલ નગર રાજકોટ (૧૦) ઇમ્તીયાજ ગકુરભાઇ ઠુસા ઉવ.૩૪ ધંધો.પાનનો ગલ્લો રહે.સુ.નગર પાવર હાઉસ બાજુમા (૧૧) રજાક નુરમહમદભાઇ ચુડાસમા ધાચી ઉવ.૫૩ ધંધો.રીક્ષા ડ્રાયવીંગ રહે.રાજકોટ નવા થોરાળા રામનગર સોસાયટી (૧૨) હનીફ અબ્બાસભાઇ કટીયા ઉવ.૩૩ રીક્ષા ડ્રાયવીંગ રહે.ખાટકીવાડ સુરેન્દ્રનગર (૧૩) ભવાન ઉર્ફે કાનો મનસુખભાઇ બાવળીયા ત.કોળી ઉવ.૨૮ ધંધો પાનનો ગલ્લો રહે.કંસારા બોર્ડીંગ પાસે ૬૦ ફુટ રોડ સુ.નગર (૧૪) અલ્તાફ ઇબ્રાહિમભાઇ મમાણી ઉવ.૩૩ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે,ખાટકીવાડ સુ.નગર વાળાઓને

મળી કુલ રૂ.૨,૮૩,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. તેમજ આરોપી (૧૫) યોગેન્દ્ર ઉર્ફે બકરો (૧૬) દિપેન મળી નહી આવતા મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ જોરાવરનગર પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ તથા એ.એસ.આઇ. એન.ડી.ચુડાસમા તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા ભુપેન્દ્રકુમાર જીણાભાઇ તથા પો.હેડ.કોન્સ. અમરકુમાર કનુભા તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા પો.કોન્સ. અજયસિંહ વિજયસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા વિજયસિંહ ભરતસિંહ એ રીતેની ટીમ દ્વારા જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેશ શોધી કાઢેલ છે.

(11:46 am IST)