Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા સરકારી શાળામાં અભ્યાસમાં ઉપયોગી ડીવીડી વિતરણ

મોરબી :  હાલ શાળાઓ બંધ છે ત્યારે ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે શિક્ષક સંઘના પ્રમુખે અભ્યાસમાં મદદરૂપ ડીવીડી સ્વખર્ચે સરકારી શાળાઓમાં વિતરણ કરી છે

શાળાઓમાં હજુ ઓનલાઈન શિક્ષણ ચાલી રહયુ છે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણમાં મદદરૂપ થઇ શકે તે માટે મોરબી જિલ્લાની 6 થી 8 ની તમામ સરકારી શાળામાં વિજ્ઞાન વિષયમાં બાળકોને શિક્ષણમાં મદદરુપ થઇ શકે તે માટેની DVD વિનામૂલ્યે સ્વખર્ચે આપી સરાહનીય કાર્ય કરેલ છે.
તેમના આ કાર્યમાં પ્રેરક તરીકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઇ સોલંકી તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઇ હૂંબલ દ્વારા પ્રેરકની ભૂમિકા ભજવેલ છે

(9:46 pm IST)