Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સુરતમાં હીરાનું કામ ન થતા આર્થિક ભીંસથી કંટાળીને અમરેલીના મોટા માચીયાળાના યુવકનો આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩ : મોટા માચીયાળા ગામે રહેતા નીલેષભાઇ વિજયભાઇ ચાવડા ઉ.વ.ર૩ને હીરામાં સુરતમાં કામ ન થતાં આર્થિક ભીંસથી કંટાળી પોતાની મેળે ઝેરી દવા પી જતા મોત નીપજયાનું પિતા વિજયભાઇ ચાવડાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધમકી

બગસરા  તાલુકાના માવજી જીંવામાં રહેતી લાભુબેન મોહનભાઇ દાફડા ઉ.વ.પ૦ની દિકરીને વિનુ ગોરાભાઇ જાદવ, જયંતીભાઇ  જાદવનો ભાણેજ અમિત રહે. બંધાણા પીપળીયા વાળો લઇ ગયેલ તેથી જણાવેલ કે તમે શું કરી લીધુ જણાવી મનુ મેઘાભાઇ જાદવભાઇ સહિત ૩ શખ્સોએ ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દારૂ

લીલીયામાં હે.કો. શકિતસિંહ ગોહિલે ૬૮ બોટલ ઇગ્લીશ દારૂ નસરી પાસેથી રૂ.રપ,પ૦૦નો મુદામાલ કબ્જે કરેલ આરોપી સમીર ઉર્ફે ચકુર અલારખભાઇ હાજર મળી આવેલ નહી.

લાપતા

દામનગરમાં  રહેતી યુવતી તા.ર૯-૭ થી ૩૧-૭ દરમિયાન ઘરેથી કોઇને કહયા વગર જતી રહેતા તપાસ કરતા ન મળતા ગુમ થયાનું પિતાએ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

અકસ્માત

અમરેલીના લાઠી બાયપાસ રોડ ઉપર ટ્રક નં.જી.જે.૦૪.એ.ડબલ્યુ.૮ર૧૭ના ચાલકે પુરઝડપે અને બે ફિકરાઇથી ચલાવી શાહનવાઝ ઉર્ફે સાનુ સલીમભાઇ લુલાણીયાના બોલેરો સાથે અથડાવી નાસી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઇજા

ખાંભા તાલુકાના જામકા ગામે રહેતા કિશોરભાઇ કાળુભાઇ સોંદરવા ઉ.વ.રરના બાઇકને ચાર અજાણ્યા શખ્સોએ ધકકો મારી પછાડી ઇજા કરી બાઇકને નુકસાન કરી નાસી ગયાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

(12:58 pm IST)