Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સોમનાથમા આવેલ દૂધીયા નાગ નાગદેવતાના દૂધનો અભિષેક કરાયો

નાગ પાંચમ નિમિત્તે સોડષોપચાર પૂજા હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

પ્રભાસ પાટણ:સોમનાથ ટ્રસ્ટની ઓફીસની સામે રોડ ઉપર ભોયરૂ આવેલ છે જ્યાં  પ્રાચીન નાગદેવતા બિરાજમાન છે ત્યાં કોળી સમાજ તેમજ ગામના લોકો મોટા પ્રમાણમાં દૂધ ચડાવવામા આવે છે અને પૂજા અર્ચના તેમજ પ્રસાદ ધરવામાં આવે છે આજે નાગપંચમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમા કોળી સમાજ સહિત ગામ લોકો જોડાયા છે અને શોભાયાત્રાના રૂટમા આવતા ભરડાપોળ પાસે તુગલદાદા અને રામરાખ ચોક મા આવેલ મરાઠા બાપાને ધ્વજારોહણ અને પુજા અર્ચના કરવામાં આવેલ અને શોભાયાત્રા પૂર્ણ થયા બાદ નાગદેવતાની પુજા અર્ચના બાદ ધ્વજારોહણ કરવામાં આવે છે

    સાંજના સોડસોપચાર પૂજા અને હવન કરવામાં આવેલ આમ દૂધીના નાગદેવતા ને નાગપાંચમના દિવસે ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવેલ

    કોળી સમાજના લોકો લગ્ન બાદ નાગદેવતાના દર્શન કર્યા બાદ લગ્ન જીવન ની શરૂઆત કરે છે

(12:07 am IST)