Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પોરબંદરમાં આર્યસમાજમાં યોગ, ધ્‍યાન, મેડીટેશન

પોરબંદરઃ આર્યસમાજ દ્વારા આધ્‍યાત્‍મિક પ્રવચનો, યોગ, ધ્‍યાન મેડીટેશન તેમજ શાળા - કોલેજોના છાત્રો માટે વ્‍યાખ્‍યાનોનું ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વૈદિક પરંપરા અનુસાર શ્રાવણ માસ દરમિયાન વિશેષ ભકિતભાવથી ધ્‍યાન, સ્‍વાધ્‍યાય, સત્‍સંગ, યજ્ઞાદિનું અનુષ્‍ઠાન કરવામાં આવે છે આ પરંપરાના અનુસંધાને આર્યસમાજ પોરબંદર દ્વારા સનાતન વેદશાસ્‍ત્ર ઉપર આધ્‍યાત્‍મિક પ્રવચન અને લોકોની શંકાનું સમાધાન કરવાનો ત્રિ-દિવસીય ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. પ્રભુદાસભાઇ ગજ્જર તથા કાંતિભાઇ ગોહિલ દ્વારા ત્રિ-દિવસીય રોઝડા દર્શન યોગ મહા વિદ્યાલયના સ્‍વામી વિવેકાનંદ પરિવ્રાજ કે ધ્‍યાન-યોગ કાર્યક્રમમાં માર્ગદર્શન આપેલ હતું.

પ્રારંભમાં આર્યસમાજના પ્રમુખ શ્રી ધનજીભાઇ આર્યએ જણાવ્‍યુ હતુ કે આર્યસમાજના સ્‍થાપક વેદોના ઊંડા અભ્‍યાસ મહર્ષિ દયાનંદ સરસ્‍વતીજી લિખિત ‘સત્‍યાર્થ પ્રકાશ'નો પરિચય આપીને સૌ મહાનુભાવોનો સત્‍કાર કર્યો હતો જયારે આર્યસમાજના મંત્રીશ્રી કાન્‍તિભાઇ જુગીવાલાએ રોઝડ દર્શન યોગ મહાવિદ્યાલયના વિશેષ સ્‍વામી વિવેકાનંદ પરિવ્રાજકનો પરિચય આપી અને આ વિદ્યા વાચસ્‍પતિનો ત્રિ-દિવસીય લાભ બુધ્‍ધિજીવીઓને મળી રહેશે તેવી અભિલાષા વ્‍યકત કરી હતી. વૈદોચાર્ય સ્‍વામી વિવેકાનંદ પરિવાજકે પ્રવુહ નાગરિકોને સંબોધન કરતા જણાવ્‍યુ હતુ કે ઇશ્‍વર, આત્‍મા અને પ્રકૃતિ આ ત્રપ પદાર્થોને જાણી લે અને આરણમાં મૂકે તો દરેક વ્‍યકિત સુખી થઇને અન્‍યને સુખી કરી શકે પતંજલીના યોગ સૂત્ર પ્રમાણે વિદ્યા અને અવિદ્યા વચ્‍ચેનો ભેદ સમજવો જરૂરી છે. કાર્યક્રમમાં સન્‍માનની તસ્‍વીરો.

(9:51 am IST)