Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ભુજની લૂંટેરી રૂબિના પાસામાં પુરાઈ: લૂંટના ગુનાઓમાં સંડોવાયેલી રૂબિના મિંયાણાની અસમાજિક પ્રવૃતિ બદલ પાસા હેઠળ ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩

 ભુજીયા ડુંગરની તળેટીમાં રીંગરોડ નજીક આવેલી રામનગરીમાં રહેતી રૂબિના ઊર્ફે રૂબલી ઊર્ફે રૂકસાના બુઢા મિંયાણા (ઉ.વ. ૪૦)ને પશ્ચિમ કચ્છ પોલીસે અસામાજિક પ્રવૃત્તિ બદલ પાસાના પાંજરે પૂરી દીધી છે. રૂબલી વિરુધ્ધ ભુજ બી ડિવિઝનમાં ૨૦૧૯થી અત્યારસુધીમાં લૂંટના વિવિધ ચાર ગુના મળી પાંચ ગુના દાખલ થયેલાં છે. કૉર્ટમાંથી જામીન પર છૂટ્યાં બાદ રૂબલી તેના સાગરીતો સાથે મળીને એકલ દોકલ વ્યક્તિઓને શોધી છરીની અણીએ મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી લેતી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચે કરેલી દરખાસ્તને કલેક્ટરે મંજૂર કર્યાં બાદ પીઆઈ એચ.એમ. ગોહિલ અને પીએસઆઈ આઈ.એચ. હિંગોરાની ટૂકડીએ રૂબલીની પાસામાં અટકાયત કરી તેને અમદાવાદ સાબરમતિ સેન્ટ્રલ જેલની હવા ખાવા મોકલી આપી છે.

(9:57 am IST)