Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

રઘુવંશી સોશ્‍યલ ગ્રુપ દ્વારા ઓપન જામનગર વિવિધ સ્‍પર્ધાઓ યોજાઇ

જામનગર : રઘુવંશી સોશ્‍યલ ગ્રુપ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે ઓપન જામનગર બહેનો તથા બાળકો માટે ચિત્રકામ, બાંધણી તથા બ્રાયડલ (દુલ્‍હન) જેવી વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જય જલીયાણ મહિલા ઉત્‍કર્ષ મંડળના પ્રમુખ ડો. રક્ષાબેન દવડા અને સંસ્‍થાના ઉપપ્રમુખ અતુલ રાયઠઠ્ઠા ઉપસ્‍થિત રહયા હતા. સ્‍પર્ધાઓના વિજેતાઓમાં બાળકોની ચિત્રકામ સ્‍પર્ધામાં ત્રણ ગ્રુપ પાડ્‍વામા આવ્‍યા હતા. જેમાં પ્રથમ ગ્રુપમાં જિયા કક્કડ (પ્રથમ) તથા પરિધિ શાહ (દ્વિતીય), બીજા ગ્રુપમાં જિલ વારોતરીયા (પ્રથમ), ઇવા કનખરા (દ્વિતીય) તથા પ્રિયંસી રાયઠઠ્ઠા (તૃતીય), ત્રીજા ગ્રુપમાં શેલી તન્ના (પ્રથમ), ખ્‍વાયશ જોષી (દ્વિતીય) તથા દેવેશ સીમરીયા (તૃતીય) ક્રમે આવ્‍યા હતા. બાંધણી સ્‍પર્ધામાં નિશાબેન લાખાણી (પ્રથમ), પ્રિયાબેન રાયઠઠ્ઠા (દ્રિતીય) તથા વીણાબેન બદીયાણી (તૃતીય) ક્રમે આવ્‍યા હતા. બ્રાડલ (દુલ્‍હન) સ્‍પર્ધામાં માર્ગીબેન મશરૂ (પ્રથમ),ૐ દિવ્‍યાબેન નડીયાપરા (દ્વિતીય) બંસી મહેતા (તૃતીય) કોમલબેન દાવડા (તૃતીય) ક્રમે રહ્યા હતા. સંચાલન અલકાબેન થોભાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીજ્ઞેશ સીમરીયા, નિલેષ જીવરાજાણી, જયેશ ગોકાણી, રમેશ ખાખરીયા, ડીમ્‍પલબેન સીમરીયા, ખ્‍યાતિબેન ચોલેરા, જાહનવીબેન મશરૂ, અલકાબેન થોભાણી, વિશ્વાસ ઠક્કર, ચિંતન ચંદારાણા, રસીકભાઈ મજીઠિયા, અમીબેન જીવરાજાની તથા દિપ્તીબેન રાયઠઠ્ઠા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(10:26 am IST)