Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગોંડલમાંથી હેરોઇન સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ,તા. ૩ : ગોંડલ ઉદ્યોગ ભારતી ચોક  પાસે હેરોઈન સાથે ઝડપાયેલા બે શખ્‍સો પૈકી રાજકોટના શખ્‍સની હાઈકોર્ટએ જામીન અરજી મંજુર કરી છે.

વધુ વિગત મુજબ ગોંડલ ઉદ્યોગ ભારતી ચોક ખાતે શંકાસ્‍પદ હાલતમાં નીકળેલ બાઇકને અટકાવી અશરફ સ્‍તાર સોલંકી અને જુમા બાબુ લંધા નામના શખ્‍સોની પોલીસે તલાસી લેતા જેમાં જુમાં બાબુ લંધા નામના શખ્‍સના કબજા માથી રૂપિયા ૧.૦૬ લાખની કિંમત નો હેરોઇન મળી આવતા બંનેને પકડી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્‍યા હતા.

હાલ જેલ હવાલે રહેલા રાજકોટના જંગલેશ્વર વિસ્‍તારમાં રહેતો અશરફ સતાર સોલંકી નામના શખ્‍સની સેશન્‍સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્‍યાને લઈ ન્‍યાયાધીશએ અશરફ સોલંકીની જામીન અરજી મંજૂર કરી છે. બચાવ  પક્ષે એડવોકેટ તરીકે સહિસ્‍તાબેન ખોખર, રણજીતભાઈ પટગીર અને હાઇકોર્ટમાં મોહમ્‍મદ ઝેઇદ સૈયદ રોકાયા હતા.

(10:26 am IST)