Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઉનાની નવા ઉગલા શાળામાં ભારત માતાનું પુજનઃ

ઉના : નવા ઉગલા પ્રાથમિક શાળામાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા ભારતમાતાનું પુજન કરવામાં આવ્‍યું. શાળામાં કલા મહોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. મુખ્‍ય થીમ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' હતી. આ કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધેલ. જેમાં ચિત્ર સ્‍પર્ધા, ગાયન, વાદન સ્‍પર્ધા અને બાળક કવિ સ્‍પર્ધા રાખવામાં આવશે. આ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ કલસ્‍ટર કક્ષાએ ભાગ લેશે. ભારતમાતા પુજનની તસવીર. 

(10:34 am IST)