Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સાવરકુંડલાનો પોકસોનો આરોપી ઝડપાયો

અમરેલી : પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરીએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. એ.એમ.દેસાઇની સુચના નીચે રાજુલા પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍કોડના હેડ કોન્‍સ. બી.એમ.વાળા તથા બી.એસ.ચોવટીયા તથા પો.કોન્‍સ. મિતેશભાઇ કનુભાઇ તથા રોહીતભાઇ કાળુભાઇ તથા સંજયભાઇ કનુભાઇનાઓ દ્વારા સા.કુંડલા રૂરલ પો.સ્‍ટે.માં ગુ.ર.નં. ૪૦૦/૨૦૨૨ આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ ૧૮ મુજબના કામે પકડવાનો બાકી અને છેલ્લા દોઢેક માસથી  નાસતા ફરતા સહઆરોપી શાંતિભાઇ કરશનભાઇ શિયાળ રહે. ચાંચબંદર પકડી પાડી આગળની કાર્યવાહી માટે સા.કુંડલા રૂરલ પો.સ્‍ટે.ને સોંપી આપેલ છે. 

(10:59 am IST)