Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગોંડલના દેરડીકુંભાજીના સ્‍મશાનમાંથી બીડનો ખાટલો અને ભંગાર તસ્‍કરો ચોરી ગયા

(અશોક પટેલ દ્વારા) મોવિયા,તા. ૩ : ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે ૫૦ લાખના ખર્ચે વિકસાવેલ વિશાળ કૈલાસધામ (સ્‍મશાન)માંથી કોઇ તસ્‍કરો દ્વારા બીડનો ખાટલો તેમજ નાનામોટી પરચુરણ ભંગારની વસ્‍તુની ચોરી કરવામાં આવી છે.

દેરડી કુંભાજી ગામની બહાર આવેલા ગોંડલ રોડ પર કૈલાશધામમાં રાત્રીના સમયે આવેલ તસ્‍કરોએ ખાટલો દિવાલ ઠેકાડીને વાહનમાં ભરી છુમંતર થઇ ગયા હતા. આ બાબતે કૈલાસધામ સમિતિએ ગ્રામ સચિવાલયને જાણ કરવામાં આવી હતી.

કૈલાસધામ (સ્‍મશાન)માં ચોરી થતા દેરડીકુંભાજી ગામના નાગરિકોમાં પ્રત્‍યાઘાતો પડયા છે. 

(11:03 am IST)