Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મોહથી બહાર નીકળવા સત્‍સંગ કરો : મહેન્‍દ્ર મિશ્રાજી

પૂ. મોરારીબાપુના સાનિધ્‍યમાં આયોજીત તુલસી જન્‍મોત્‍સવ અંતર્ગત કાલે એવોર્ડ વિતરણ સમારોહ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૩ : તુલસી જન્‍મોત્‍સવ દિવસેᅠ કૈલાશ ગુરૂકુળ મહુવા ખાતે ત્રીજા અને ચોથા મણકાનું પુ.મોરારીબાપુની સંનિધ્‍ધિમા આયોજન સંપન્ન થયું.અત્રે યાદ રહે કે દર વર્ષે ઉત્તર ભારતના રાજયોમાંથી વિદ્વાનો આ કાર્યક્રમમાં સામેલ થાય છે.સને ૨૦૨૨ ની આ સંગોષ્ઠીમાં ભાગ લેવાં માટે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્‍ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્‍હી, ઉતરાખંડમાંથી લગભગ ૧૦૦ કરતાં વધુ પ્રકાંડ વિદ્વાનો ઉપસ્‍થિત રહ્યાં છે.

બીજા દિવસની સવારની પ્રથમ બેઠકનું આયોજન પ્રદીપજી મિશ્ર-વૃંદાવનના સંચાલન તળે યોજવામાં આવી હતી. જેમાં શ્રી અરવિંદ તિવારી વ્‍યાસ -બલિયા,શ્રી કિશોર ઉપાધ્‍યાયજી સુશ્રી પ્રેમલતા મિશ્રજી,સુશ્રી માનસગંગા પ્રિયંકા પાંડેજી,શ્રી સંજય પાંડેજી,શ્રી મદનમોહન મિશ્રાજી,શ્રી ભાગવત પાઠક જી,શ્રી ઉમાશંકર વ્‍યાસ, શ્રી અખિલેશકુમાર ઉપાધ્‍યાય,શ્રી શશાંક ભારદ્વાજજી- નૈનીતાલ વગેરે કથા ગાયકોએ પોતાની તુલસી અને રામચરીત માનસને આધાર બનાવી પોતાના ભાવો વ્‍યક્‍ત કર્યા.

શ્રી અરવિંદ તિવારીજીએ હનુમાનજીના પાત્રને વિસ્‍તૃત વિસ્‍તૃત રીતે પ્રગટ કર્યું હતું તેઓએ કહ્યું કે હનુમાનજી જયારે લંકા તરફ ગતિ કરતા હતા ત્‍યારે તેઓ ખૂબ તેજ ગતિથી જઈ રહ્યા હતા અને સમુદ્રે તેમના માટે વિશ્રામ કરવા મહેનત પર્વત કે જે સોનાનો હતો તે બહાર કાઢ્‍યો પરંતુ જે શાંતિ મિશ્રામાં જતા હોય તેને આવા ભૌતિક સાધનો શું વિશ્રાંતિ આપી શકવાના અને આખરે તેઓ ભક્‍તિ કેતા માં જાનકી પાસે પહોંચ્‍યા હતાં. શ્રી મહેન્‍દ્ર મિશ્રજી -ચિત્રકૂટે મોહથી બહાર નીકળવા સત્‍સંગ કરો. શ્રી શંશાક ભારદ્વાજજી -નૈનીતાલ વાણીને પ્રવાહિત કરતાં રામચરિતમાનસ જીવન જીવતા શીખવે છે અને ભાગવતજી મૃત્‍યુ શીખવી જાય છે. જેનો સ્‍વભાવ બની જાય તેનો પરમાર્થ બની જાય છે.અમૃતસિંધુ પાસે રહીને પણ આપણે ક્‍યારેક અતૃપ્ત રહી જઈએ છીએ અને સદ્ગ્રંથો આવી તૃપ્તિ પૂરી પાડે છે.

બપોર પછીની બીજી બેઠક શ્રી અરવિંદ પાંડેજી -લખનઉ અને શ્રી ઉમેશ પંડિતજી- બકસરના સંયોજન તળે યોજવામાં આવી હતી જેમાં વક્‍તા તરીકે શ્રી લક્ષ્મણદાસજી- વૃંદાવન શ્રી નરેન્‍દ્ર પ્રતાપ મિશ્રજી- વારાણસી, શ્રીકૃષ્‍ણ પ્રતાપજી -ચિત્રકૂટ શ્રી વ્‍યાસ રામગોપાલજી- બાંદા સુશ્રી શિયાભારતીજી -ઈંદોર, શ્રી સૂર્યભાણજી -આઝમગઢ શ્રી રસરાજજી- દિલ્‍હી ,શ્રી ક્રિષ્‍ના ભારતી-ભાગલપુર ,સુશ્રી ચિદંબરા ભારતી અને શ્રી આશિષ મિશ્રાજી- વારાણસી વગેરેએ તુલસીજીના સર્જન ઉપર પોતપોતાના મંતવ્‍યો અને વિવેચનો પ્રગટ કર્યા હતાં. અનેક કથાવાચક વિદ્વાનો આ પ્રકારના આયોજન માટે પૂ.મોરારીબાપુને ખૂબ શુભકામના આપી રહ્યાં છે. આ બેઠકની કડીમાં અનેક વક્‍તાઓ મંચ ઉપરથી તલગાજરડાના ગદગદિત જણાયાં હતાં.

પુ.બાપુએ રાત્રે બધાં જ નિમંત્રિતોને તેમનાં નિવાસ પર પહોંચીને ખબર અંતર પૂછ્‍યાં હતાં. આજે આ મહોત્‍સવનો તૃતીય દિવસ છે. અને બપોર પછીની બેઠકમાં જે વિદ્વાનો વિવિધ એવોર્ડથી પુરસ્‍કૃત થનાર છે તેમનાં વિવેચનો પ્રવાહિત થશે.

(11:04 am IST)