Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મોરબી અને માળીયા મિંયાણામાં દેશી દારૂની ત્રણ ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૩ઃમોરબી તાલુકાના નાગડાવાસ અને માળીયામિંયાણામાં પોલીસે ત્રણ દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડયા હતા.
પ્રથમ રેડમાં મોરબીમાં મહિલા આરોપી હંસાબેન શામજીભાઇ સાંતોલા નાગડાવાસ ગામે, તેના રહેણાંક મકાનમાં દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી મોટુ પતરાના બેરલ નંગ-૦૧ માં રહેલ ગરમ આથો લીટર, ઠંડો આથો, ટિનનું બકડીયુ, દેશી દારૂ સહિતના મુદામાલ સાથે ઝડપાઈ હતી. જયારે બીજી રેડમાં આરોપી રાઘવજીભાઇ ગગજીભાઇ રાઠોડ નાગડાવાસ ગામે તેના રહેણાંક મકાનમાં પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં દેશી પીવાના દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો તેમજ આથો અને દારૂ સહિતના મુદામાલ સાથે ઝડપાયો હતો જે બંને આરોપીને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા પોલીસ ટીમે બાતમીને આધારે તળાવની પાળ પાસે દરોડો કર્યો હતો જેમાં બાવળના ઝુંડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી લીધી હતી અને સ્થળ પરથી પોલીસે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો, ગરમ આથો અને તૈયાર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો કબજે લીધા હતા અને આરોપી હિતેશ દેવજીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:38 am IST)