Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગોંડલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

 ગોંડલ:શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન તથા શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ શ્રી સરસ્વતી અભીવંદના સમારંભ - ૨૦૨૨નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગોંડલ માં વસતા લોહાણા જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો ધો ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા ગુજરાતી/અંગ્રેજી માધ્યમ પાસ થયેલા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયા હતા. આ તકે કાર્યક્રમની શરૂઆત શ્રી રામજી મંદિર ગોંડલના  મહંત પ. પૂ. શ્રી ૧૦૮ જયરામદાસજી મહારાજ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. તેમજ  બંને સંસ્થા ના હોદેદારો, જ્ઞાતિના અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં તેજસ્વી વીદ્યાર્થીઓ અને વાલીગણ   ઉપસ્થિત રહ્ના હતા. (તસ્વીર- અહેવાલ:ભાવેશ ભોજાણી)

(11:39 am IST)