Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

કેશોદના જુના સ્વામિનારાયણ મહિલા મંદિરે હિંડોળા દર્શન

(કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદઃ   જુના પ્લોટમાં આવેલ સ્વામિનારાયણ મહિલા મંદિરમાં વિવિધ પ્રકારના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી નારાયણ મહિલા મંડળના મુખ્ય હરિભકત બહેન હેમાબહેન કાનાબારનાં જણાવ્યાં મુજબ વૃંદાવનમાં આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં કૃષ્ણને ઝુલાવવા ગોપીઓ દ્વારા હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને કૃષ્ણ ભગવાનને ઝુલાવવા વિવિધ પ્રકારના સુશોભિત હિંડોળા બનાવવામાં આવેલા જેથી આ પરંપરા ને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભકત બહેનો દ્વારા જાળવી રાખવામાં આવેલછે.
કેશોદ સ્વામીનારાયણ મહિલા મંદિર દ્વારા ફૂલોના, અનાજના, કઠોળ ના વિવિધ હીંડોળો બનાવી તેમાં ભાગવાનને આરૂઢ કરી સંતો - હરિ ભક્તો દ્વારા ઝુલાવવા માં આવેછે. ગઇકાલે  હિમાલયનાં શણગાર બનાવી તેમાં નિલકંઠ વરણી ભગવાન સ્વામિનારાયણને બેસાડી હિંડોળાનાં દર્શન રાખવામાં આવેલ હતા. અને ભગવાન ની મહાઆરતી કરવામાં આવેલ હતી.

(11:40 am IST)