Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મહુવા-૧, તળાજા-પોણો ઇંચ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા

ધુપ-છાંવવાળુ વાતાવરણ યથાવત : કોઇ જગ્‍યાએ હળવો-ભારે વરસાદ

રાજકોટ,તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ માહોલ વચ્‍ચે કોઇ-કોઇ જગ્‍યાએ હળવો-ભાવે વરસાદ વરસી જાય છે.
ગઇ કાલે ભાવનગર જીલ્લાના મહુવામાં ૧ ઇંચ અને તળાજામાં પોણો ઇંચ વરસાદ પડયો છે. જ્‍યારે અન્‍યત્ર ઝાપટા વરસ્‍યા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઈંચ વરસાદ પડ્‍યો છે જયારે તળાજામાં પોણો ઈંચ વરસાદ પડ્‍યો છે .ભાવનગર શહેર ,જેસર અને વલભીપુરમાં વરસાદના હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા.
ત્રણ ચાર દિવસના વિરામ બાદ ભાવનગર શહેરમાંᅠ ᅠવરસાદનું ઝાપટું વરસી ગયું હતું. જયારે જિલ્લાના મહુવામાં આ ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. તળાજામાં પોણો ઈંચ વરસાદ પડ્‍યો છે .જિલ્લાના વલભીપુર અને જેસર પંથકમાં હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા.
આજે સવારના ૬ વાગે પુરા થતાં છેલ્લા ૨૪ᅠ કલાક દરમિયાન ભાવનગરના મહુવા માંᅠ ૨૪ᅠ મી.મી.,જેસર માં ૮ મી.મી.,તળાજા માં ૧૬ મી.મી., ભાવનગર શહેર માં ૪ મી.મી.અને વલભીપુર માં ૨ મી.મી.વરસાદ નોંધાયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર અને લાલપુરમાં હળવા ઝાપટારૂપે વરસાદ વરસ્‍યો હતો.

 

(11:41 am IST)