Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

વેરાવળનો શરીફ ઉર્ફે ભુરો પટણી પાસા હેઠળ જેલ હવાલે

વેરાવળ,તા.૩ઃ શરીફ ઉર્ફે ભુરો ઇકબાલભાઇ ચિનાઇ પટણી, રહે.વેરાવળ, સોમનાથ ટોકીઝ વાળા વિરૂધ્ધમાં ગીર સોમનાથ જીલ્લા તથા જુનાગઢ જીલ્લામાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ તથા ઘરફોડ ચોરીઓ તથા મારામારીના આશરે પંદરેક જેટલા ગુન્હાઓ નોંધાયેલ હોય જેથી સદરહું ઇસમ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મનોહરસિંહ ઍન. જાડેજા  પોલીસ અધીક્ષકશ્રી ગીર સોમનાથ નાઓના મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગીર સોમનાથનાઓને મોકલતા રાજય સરકારના હુકમ તથા ગાઇડલાઇન મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગીર સોમનાથનાઓ તરફથી પાસા દરખાસ્ત મંજુર થઇ આવેલ હોય જે અન્વયે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરઍસ.ઍમ.ઇશરાણી નાઓઍ સુચનાથી આરોપીને પાસા અટકાયતનું વોરંટ તાત્કાલિક બજાવવા સુચના આપેલ હોય જે અન્વયે ઍ.ઍસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુ ને સંયુકતમાં મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે મજકુર ઇસમ- શરીફ ઉર્ફે ભુરો ઇકબાલભાઇ ચિનાઇ પટણી, ઉ.વ.૨૫, રહે.વેરાવળ, સોમનાથ ટોકીઝ વાળાને પકડી પાડી પાસા વોરંટની બજવણી કરી પાસા હેઠળ અટકાયત કરી સેન્ટ્રલ જેલ ભુજ ખાતે અટકાયતમાં રાખવા તજવીજ હાથ ધરેલ છે.          
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર ઍસ.ઍમ.ઇશરાણીનાઅો માર્ગદર્શન હેઠળ પોલીસ સર્વેલન્સ સ્ટાફના ઍ.ઍસ.આઇ. દેવદાનભાઇ કુંભરવડીયા તથા પો. હેડ. કોન્સ. નટુભા બસીયા તથા તથા પો.કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાઇનાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.

(12:08 pm IST)