Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જામનગરના બેડીમાંથીપાવડર સાથે ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩ :.. ગુજરાત રાજયમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક શ્રી અને મુખ્‍ય પોલીસ અધિકારી ગુ. રા. ગાંધીનગર નાઓ દ્વારા સુચના કરેલ હોય જે અનુસંધાને જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા બંને જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સુચના કરતા એસ. ઓ. જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર કે. કે. ગોહીલના માર્ગદર્શન મુજબ સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં છે.

દરમ્‍યાન દેવભૂમિ દ્વારકા જીલ્લાની એસ. ઓ. જી. સ્‍ટાફના પોલીસ હેડ કો. કિશોરસિંહ ભગુભા જાડેજા તથા પોલીસ કો. કરણભાઇ દેવશીભાઇ સોંદરવાને હકિકત મળેલ કે બિલાલ અબ્‍દુલ દલ ઉ.વ.૬૦ રહે. બાવાફળી, બેડી, વાળો તેમના રહેણાંક મકાને કેફી માદક પદાર્થનું છૂટક વેચાણ કરે છે તેવી હકિકત મળતા જામનગર એસ. ઓ. જી. સ્‍ટાફના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર કે. કે. ગોહીલ તથા સ્‍ટાફના માણસો તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાની એસ. ઓ. જી. સ્‍ટાફના માણસો સાથે રેઇડ કરતા મજકૂર ઇસમના રહેણાંક મકાનેથી ગે. કા. એમ. ડી. એમ. એ. (મ્‍યાંઉ મ્‍યાંઉ) પાવડર પ૯ ગ્રામ તથા અન્‍ય મુદામાલ મળી કી. રૂા. પ,૯પ,૦૬૦ સાથે મળી આવતા મજકૂર ઇસમ વિરૂધ્‍ધ જામનગર એસ. ઓ. જી.ના પોલીસ હેડ કો. હિતેશભાઇ ચાવડાએ બેડી મરીન પો. સ્‍ટે. ખાતે એન. ડી. પી. એસ. એકટ મુજબ ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે.

(11:47 am IST)