Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ટંકારામાં આર્મીવીરોનું સન્‍માન

 ટંકારા : ટંકારા તાલુકામાં આઝાદી કા અમળત મહોત્‍સવ કાર્યક્રમ  અંતર્ગત શ્રી મેઘપર ઝાલા  ગામના  ૨૬ વિરો જે દેશસેવામાં  સમર્પિત છે, તેવા દેશના સપૂતોનો  સન્‍માન કાર્યક્રમ  મેઘપર ઝાલા પ્રા. શાળામાં  યોજાયેલ. આયોજન  મેઘપર ઝાલા શાળા પરિવાર તથા મેઘપર ઝાલા ગામ સમસ્‍ત યોજાયેલ. તાલુકામાં સૌથી વધુ યુવાનો આર્મીમાં મેઘપર ઝાલા ગામમાંથી જોડાયેલ અશોકસિંહ જુવાનસિંહ , કિરીટસિંહ ઘેલુભા, ભૂપેન્‍દ્રસિંહ ઘોઘુભા, અર્જુનસિંહ રેવુભા સહિત ૨૬ જેટલા યુવાનો જે ફોજમાં ફરજ બજાવી રહ્યા છે તથા નિવળત્ત થયેલા છે તેમનું સન્‍માન  રવિરામબાપુ, સરપંચ,  ઉપસરપંચ તથા પંચાયત સદસ્‍યો તેમજ ગામના આગેવાનો  દ્વારા  કરાયેલ છે . મેઘપર ઝાલા પ્રા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ રજુ કરાયેલ. ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આચાર્ય રોહિતભાઈ ચીકાણી દ્વારા તેમજ વ્‍યવસ્‍થા મનસુખભાઇ, હેતલબેન,  જાગળતિબેન તેમજ રસ્‍મિતાબેન તથા આભારવિધિ જાનકીબેન દ્વારા કરવામાં આવેલ  આવેલ હતી.(તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા)

(11:47 am IST)