Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ટંકારામાં ભુપતભાઈ ગોધાણીની ગ્રાન્‍ટમાંથી જેટિંગ મશીન ફાળવાયું

 ટંકારા : જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાં પંચમાંથી જિલ્લા પંચાયતનાં સદસ્‍ય ભુપતભાઈ ગોધાણીની ગ્રાન્‍ટ માંથી ભુગર્ભ ગટર સફાઈ કરવા માટે જેટિંગ મશીન રાજ્‍ય કક્ષાના પંચાયત મંત્રીના હસ્‍તે ટંકારા ગ્રામ પંચાયત ને લીલી ઝંડી આપી સુપ્રત કરેલ. ગ્રામ પંચાયતની વર્ષોની માંગણી સંતોષાતા ગ્રામ પંચાયતના સદસ્‍યો અને સમગ્ર ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. ટંકારાના સરપંચ  ગોરધન ખોખાણી, ઉપસરપંચ  નિર્મળા બહેન, તાલુકા પંચાયતના સદસ્‍ય પ્રતિનિધિ ભાવિંનભાઈ સેજપાલ, સદસ્‍ય  મીના બહેન, તલાટી કમ મંત્રી ,પંચાયત સ્‍ટાફ, સામાજીક કાર્યકર અરજણ ભાઈ, હેમંતભાઇ ચાવડા, ચેતનભાઈ ત્રિવેદી,વેપારી મંડળના પ્રમુખ હસમુખભાઇ કટારિયા, અરજણભાઇ ઝાપડા અગ્રણીઓ વગેરેએ ભુપતભાઇ ગોધાણીનું ફુલહારથી સન્‍માન કર્યું હતું. આ જેટીંગ મશીનથી ટંકારા ગ્રામ પંચાયત અને તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોની સમસ્‍યા હલ થશે. આ જેટિંગ મશીનથી મીની ફાયર બ્રિગેડ, દવાનો છંટકાવ અને બ્‍લોક થયેલ ભુગર્ભની ગટરોની સમસ્‍યા દુર થશે. લોકોએ ભુપતભાઈ ગોધાણીની લોકોના પ્રશ્‍નો ઉકેલવા ફાળવેલ ગ્રાન્‍ટ માટે હર્ષ ની લાગણી વ્‍યક્‍ત કરેલ હતી.(તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા)

(11:48 am IST)