Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ચલાલામાં કેદીના ઘરેથી દારૂ મળી આવ્‍યો

અમરેલી : ચલાલા ટાઉનમાં સાટોડીપરામાં રહેતા અવધ ભરતભાઇ જીયાણી રહે. ચલાલા, સાટોડીપરા તા. ધારી હાલ પાસા તળે વડોદરા જેલમાં છે જેઓએ તેમના મકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાં દારૂની બોટલ નંગ ૮૦ કિ. રૂા. ૩૦,૦૦૦ સંતાડી રાખેલ હોય જે રેઇડ દરમ્‍યાન મળી આવેલ હોય તેઓના વિરૂધ્‍ધમાં ચલાલા પો. સ્‍ટે. પ્રોહી ધારાની કલમ હેઠળ ગુન્‍હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે. આ કામગીરી ચલાલા પો. સ્‍ટે.ના પોલીસ સબ ઇ. એ. વી. સરવૈયા તથા સર્વેલન્‍સ સ્‍કોડના એએસઆઇ મનીષભાઇ ધીરૂભાઇ જોષી, યુએચસી રમેશભાઇ ભાનુભાઇ મારૂ, એચ.સી. ભગીરથભાઇ રાવતભાઇ ધાધલ તથા પો. કો. અનિરૂધ્‍ધભાઇ મધુભાઇ તથા મહેન્‍દ્રસિંહ ખોડુભા તથા બાલકૃષ્‍ણભાઇ વજુભાઇ તથા સવજીભાઇ કાળાભાઇ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(11:48 am IST)