Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જુની બારપટોળીની ચોરીનો આરોપી ઝડપાયો

અમરેલી તા.૩ : ગઇ તા.૩૧/૭/ર૦રર ના ફરીયાદી હુશેનભાઇ પીરભાઇ કુરેશી રહે.જુની બારપટોળી વાળાની વાડીના શેઢા ઉપર લગાવેલ ‘એમટેક' કંપનીનું લીલા કલરના બોક્ષ વાળે ઝટકા મશીન કિ. રૂા.૪,૦૦૦ તથા તેની સાથે લગાવેલ સોલાર પ્‍લેટ કિ. રૂા.૧,૦૦૦ મળી કુલ રૂા.પ,૦૦૦ની કોઇ અજાણ્‍યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે અજાણ્‍યા આરોપી વિરૂધ્‍ધ રાજુલા પો.રહે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦ પ૦રર૦૬ર૩/ર૦રર આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો. સદર ગુન્‍હાની આગળની તપાસ એએસઆઇ ડી.ડી.મકવાણા, રાજુલા પો.સ્‍ટે.નાઓ ચલાવી રહેલ હતા.

જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટેના પોલીસ ઇન્‍સ. એમ.એ.દેસાઇનાઓની રાહબરી હેઠળ રાજુલા સર્વેલન્‍સ સ્‍કોડના બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્‍સ. તથા બી.એસ.ચોવટીયા, અનાર્મ હેડ. કોન્‍સ તથા મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્‍સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્‍સ સંજયભાઇ કનુભાઇ ધાંધળનાઓએ હકિકત આધારે ઉપરોકત આરોપીને કાતર ગામની ચોકડી પાસેથી પકડી પાડી આરોપી રૂસ્‍તમ ઉર્ફે ‘વાંકો' તાજભાઇ કુરેશી ઉ.ર૬ ધંધો, મજુરી રહે.જુનીબારપટોળી સામે કાર્યવાહી કરી છે.

(12:09 pm IST)