Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

બગસરામાં સતવારા સમાજ દ્વારા તેજસ્‍વી વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ યોજાયો

 બગસરા : સતવારા સમાજ બગસરા દ્વારા તેજસ્‍વી વિદ્યાર્થી સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ ૯ થી ૧૨માં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શિલ્‍ડ અને પ્રમાણપત્ર આપી સન્‍માન કરવામાં આવેલ હતું. ઉપરાંત સમાજના એલ.કે.જીથી કોલેજ સુધી અભ્‍યાસ કરતા ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને શેક્ષણિક કીટ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ તકે બગસરા નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ ખીમસૂરિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ રાજુભાઇ ગિડા, ડૉ. રાઠોડ, ડૉ. આનંદભાઈ કામળિયા, દેવચંદભાઈ સાવલિયા, જનતા કન્‍યા વિદ્યાલયના આચાર્ય સુવાગિયા ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાત્‍મક માર્ગદર્શન આપ્‍યું હતું. સતવારા સમાજના પ્રમુખ વિઠ્ઠલભાઇ ચૌહાણ દ્વારા ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવેલ કાર્યોની માહિતી આપી .છેલ્લા આઠ વર્ષથી સમાજના પ્રમુખ તરીકેની સેવા આપનાર વિઠ્ઠલભાઇ ચૌહાણએ પ્રમુખપદેથી  રાજીનામું આપ્‍યું હતું , અને સમાજના નવા પ્રમુખ તરીકે રમેશભાઈ હરિભાઈ નકુમની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી .તેમજ ઉપપ્રમુખ પદે દિનેશભાઇ હડિયલની નિમણૂક કરવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : સમીર વિરાણી બગસરા)

(11:54 am IST)