Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં જુગાર રમતા ૬ ઝડપાયાઃ ૧૦.૭૭ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩ : પોલીસ અધિક્ષક હરેશ દુધાતની સુચના અન્‍વયેના પો.અધિ. જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા એપીએમસી માર્કેટ યાર્ડ માં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડવામાં આવ્‍યો હતો.

જેમાં કિરીટભાઇ દલીચંદભાઇ ગઢીયા જાતે પટેલ (ઉવ.૩૬) રહે. જુના ઘનશ્‍યામ ગઢ તા. ધ્રાંગધ્રા, કાંતીભાઇ નાગરભાઇ કાવર જાતે પટેલ (ઉવ.૫૦) રહે. હળવદ રોડ ધ્રાંગધ્રા, ઓમદેવસિંહ ઘનશ્‍યામસિંહ ઝાલા જાતે દરબાર (ઉવ.૨૯) રહે. ખાંભડા તા. ધ્રાંગધ્રા. લલિતભાઇ માધાભાઇ મેથાણીયા જાતે પટેલ (ઉવ.૪૦) રહે. વૃંદાવન પાર્ક હળવદ રોડ ધ્રાંગધ્રા.ભૂપતભાઇ હેમુભાઇ સિંધવ જાતે રજપુત (ઉવ.૪૮) રહે રતનપર તા. ધ્રાંગધ્રા. અરવિંદભાઇ નરશીભાઇ સરવાળીયા જાતે પટેલ (ઉવ.૪૮) રહે. રાજસીતાપુર તા. ધ્રાંગધ્રા વાળા પાસેથી રૂા. ૫૭,૬૧૦ તથા મોબાઇલ ફોન નંગ-૪પ, કિ. રૂા. ૨૦,૦૦૦ તથા ગાડી નંગ-કિં. રૂા. ૧૦,૦૦,૦૦૦ તથા કુલ કિં. રૂા. ૧૦,૭૭,૬૧૦ તથા ગાડી નંગ-૨ કિં. રૂા. ૧૦,૦૦,૦૦૦ તથા કુલ કિં. રૂ. ૧૦,૭૭,૬૧૦ મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આ કામગીરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્‍સ.ટી.બી.હિરાણી  તથા પો.હેડ કોન્‍સ. પી.એન.ઝાલા તથા પો.કોન્‍સ. સંજયભાઇ મુંધવા તથા પો.કોન્‍સ. શૈલેષભાઇ કઠવાડીયા તથા પો.કોન્‍સ. અજયસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. વીરપાલસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. ભરતભાઇ સાબરીયા તથા પો.કોન્‍સ. સુરેશભાઇ ડોરીયાએ કરી છે.

(11:54 am IST)