Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

રાત્રે માંગરોળના દરિયામાંથી લાખોનો ૩૩ કિલો નશીલો પદાર્થ જપ્ત

સવારથી નવેસરથી સર્ચ ઓપરેશનઃ જેટી વિસ્તારમાં તણાયને આવેલ નશીલા પદાર્થનો જથ્થો ઍફઍસઍલમાં મોકલાયોઃ હજુ પણ નશીલા પદાર્થ મળવાની શકયતાને લઇ આંત્રોલીથી ચોરવાડનાં દરિયામાં શોધખોળ

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ તા. ૩ : રાત્રે માંગરોળ પાસેના દરિયામાંથી ૩૩  કિલોનો લાખોનો નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા ખળભળાટ મી ગયો છે.

હજુપણ નશીલા પદાર્થ મળવાની શકયતાનેલઇ આંત્રોલીથી ચોરવાડ સુધીના દરિયાઇ વિસ્તારમાં મોટાપાયે સર્ચઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

માંગરોળ મરીન પોલીસ સ્ટેશન હેઠળના માંગરોળના નવી જેટી બંદર વિસ્તારમાં શંકાસ્પદ પેકેટો તણાયને આવ્યા હોવાની જાણ થતા ઍસ.પી. રવિ તેના વાસમ શેટ્ટીની સુચનાથી માંગરોળ ડીવીઝનમાં ડી.વાય.ઍસ.પી. દિનેશ કોડીયાતરના માર્ગદર્શનમાં ઍસ. ઓ. જી. પી.આઇ.ગોહિલ, પી.ઍસ.આઇ. વાળા મરીન પી.આઇ.રાઠોડ સહિતનો સ્ટાફે દોડી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ જથ્થાના સળગાવેલા અને અન્ય છ પેકેટ મળી આવતા કબ્જે કરવામાં આવ્યા હતા પ્રાથમીક તબકકે ૩૩ કિલોના પેકેટમાં નશીલા પદાર્થ હોવાનું જણાતા ઍફ.ઍસ.ઍસ.માં મોકલાયા હતા.

ડી.વાય.ઍસ.પી. શ્રી કોડીયાતરે સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે કબ્જે કરાયેલ કથિત ૬ા કિલો નશાકારક પદાર્થ ચરસ છે. કે અન્ય કેફી દ્રવ્ય છે હજુ નકકી નથી જે ઍફ.ઍસ.ઍસના રિપોર્ટ બાદ માલુમ પડશે.

કબ્જે કરાયેલ જથ્થાની કિંમત પણ આંકી શકાઇ નથી.

તેમણે વધુમાં જણાવેલ કે કબ્જે કરાયેલા પેકેટો તણાયને બંદરસુધી પહોîચ્યા હતા આથી હજુ પણ દરિયામાં નશીલા પદાર્થનો જથ્થો હોવાની શકયતાને ધ્યાને રાખી સવારથી આંત્રોલીથી ચોરવાડ સુધીના દરિયમાં પોલીસ અધિકારીઅો સહિત ૬૦ જવાનોના કાફલા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાવમાં આવ્યું છે.

ડી.વાય.ઍસ.પી. શ્રી કોડીયાતરે વધુમાં જણાવ્યું હતું કે અજાણ્યા તત્વોઍ નશીલા પદાર્થ ઘુસાડવાની કોશિષ કરી હોવાનું જણાય છે. પરંતુ આ કોશિષ દરિયાઇ પેટ્રોલીંગના કારણે નાકામબીયા થઇ હોય આથીકેફી દ્રવ્યો દરિયામાં ફેકીને નાસી ગયા હોવાની શંકા છે આથી સર્ચ ઓપરેશનમાં હજુ પણ કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવવાનીશકયતા નકારી શકાતી નથી.તેમ શ્રી કોડીયાતરે જણાવ્યું હતું. 

(12:02 pm IST)