Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

બાબરા પાલિકા દ્વારા ગેરંટી પીરીયડથી બનેલા રોડ રસ્‍તાની હાલત દયાજનક

બાબરા,તા.૩: નગરપાલિકા દ્વારા ચમારડી ઝંપા વિસ્‍તારમાં તેમજ ધારપરા અને ચિતલ રોડ ટચ આરસીસી સીમેન્‍ટ રોડ તથા પીજીવીસીએલ પાસે બનાવેલ રોડને હજી એક વર્ષ પણ પૂણ થયું નથી ત્‍યારે પ્રથમ વરસાદે કોન્‍ટ્રાક્‍ટરની પોલ ખોલી નાખી છે રવિરાજ કન્‍સ્‍ટ્રકશન દ્વારા શહેરના અનેક વિભાગોમાં કામગીરી કરવામાં આવી છે તે તમામ રોડ રસ્‍તાની હાલત દયાજનક સ્‍થિતિમાં છે મસ મોટા ખાડા પડી ગયા હતા રોડ રસ્‍તાના ધોવાણ થયા છે  ગેરંટી પીરીયડ પૂરો થયો નથી ત્‍યાં કામગીરી નબળી બહાર આવી છે જે કન્‍ટ્રક્‍શન ને કામ ગેરંટી પીરીયડ થી આપેલ છે એમાંની પાસે રીપેરીંગ કરાવી રોડની મરામત કરવા કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ કારેટીયા એ બાબરા નગરપાલિકાના ચિફ ઓફીસર અને જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી હતી.

(11:58 am IST)