Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગોંડલ એમ.બી.આઇ.ટી.આઇ.માં વિદાય સમારંભ યોજાયો

 ગોંડલ : સંસ્‍થાના ફોરમેન પ્રવિણભાઇ વાણીયા પોતાની સરકારની સેવામાંથી નિવૃત્ત થતા  સંસ્‍થાના સમગ્ર સ્‍ટાફ દ્વારા નાયબ નિયામક તાલીમ જોષી તથા સંસ્‍થાના પ્રિન્‍સીપાલ ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને ભુતપુર્વ ફોરમેન, સુપરવાઇઝર સ્‍ટાફ, વહીવટી સ્‍ટાફ સહીત બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પ્રવિણભાઇ વાણીયા અભિમાન સાથે સન્‍માનિત કર્યા હતા. તેમના દ્વારા અપાયેલા અનેક તાલીમાર્થીને રોજગારલક્ષી તાલીમ આપી પગભર કરેલ તેની સ્‍મૃતિને વાગોળી હતી. ઉપસ્‍થિત સંસ્‍થાના જુના સુપરવાઇઝર વી. આર. ધડુકે તેમની ફરજોને બિરદાવેલ. તેઓએ નવનિયુક્‍ત કર્મચારીઓને આવકારી સરકારની સેવામાં ખંત, નિષ્‍ઠા, ઉત્‍સાહ, ફરજ પ્રત્‍યે સભાનતા કેળવી પોતાનું મુળ લક્ષ્ય નજર સમક્ષ રાખી સોંપેલી કામગીરીને દિપાવવાની સૌને શીખ આપી ઉપરી અધિકારીના હુકમનું પાલન કરવાની હિમાયત કરેલ હતી. આ પ્રસંગે  અધિકારીઓ લાંબા, જાડેજા, જોષીએ વિદાય લેતા પ્રવિણભાઇની સેવાને બિરદાવી   હતી. આ પ્રસંગે સંસ્‍થાના ફોરમેન પાંચાણી તથા સૌ કર્મચારીઓ હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : અશોક જોષી ગોંડલ)

(11:59 am IST)