Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઉના પાસે ટ્રેકટર ટ્રોલી પલટી મારી જતા ચાલકનું મૃત્‍યુ

(નવીન જોષી દ્વારા) ઉના તા.૩ : નજીકના લામધાર વ્‍યાજપુર બાયપાસ રોડ ઉપર ટ્રેકટર ટ્રોલી પલટી ખાઇ જતા ચાલક લખમણભાઇ દેવાયતભાઇનું મૃત્‍યુ થયેલ છે.

લામધાર, વ્‍યાજપુર નેશનલ હાઇવે રોડ ઉપર ઉનાથી ૩ કિ.મી.વિજય પબ્‍લીક સ્‍કુલ સામે લખમણભાઇ દેવાયતભાઇ ચૌહાણ ઉ.૩ર રે. વ્‍યાજપુર તા.ઉના વાળો પોતાના કબજા વાળુ ટ્રેકટર નંબર જી.જે.૧૧ એડી પ૭૦૮ પુર ઝડપે બેદરકારીથી ચલાવી રોડ ઉપર પલ્‍ટી ખવરાવતા લખમણભાઇ દેવાયતભાઇને માથામાં ગંભીર ઇજા થતા ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ જયાં તબીબે મૃત જાહેર કરેલ છે.

ઉના પોલીસમાં ભોયાભાઇ દેવાયતભાઇ ચૌહાણ આહીર રે. વ્‍યાજપુર તા.ઉના વાળાએ પોતાના ભાઇ લખમણભાઇ  ચૌહાણે પુર ઝડપે બેદરકારીથી ટ્રેકટર ટ્રોલી સાથે પલ્‍ટી ખવરાવી પોતાનુ મૃત્‍યુ નીપજાવ્‍યાની પોલીસ ફરીયાદ દાખલ કરી હતી.

(12:04 pm IST)