Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

બાર કાઉ. ઓફ ગુજરાતની સેકસયુલ હેરેસમેન્‍ટ ઓફ વુમન વર્ક પ્‍લેસ કમિટિ દ્વારા ભાવનગરમાં અવેરનેશ કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા. ૩ :.. બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતનાં સેકસ્‍યુલ હેરેસમેન્‍ટ ઓફ વુમન એટ વર્ક પ્‍લેસની કમીટી દ્વારા ભાવનગરમાં અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો.

ગત તા. ર૯-૭-રર નાં રોજ બાર કાઉ. ઓફ ગુજરાત દ્વારા સુપ્રિમ કોર્ટની વિશાખા ગાઇડ લાઇન મુજબ સેકસયુલ હેરેસમેન્‍ટ ઓફ વુમન એટ વર્ક પ્‍લેસની કમીટીની રચના કરવામાં આવી છે.

આ કમીટીનાં ચેરપર્સન યોગીનીબેન પરીખ, મેમ્‍બરો જયોત્‍સનાબેન, ગોપીબેન રાવલ, બીનલબેન રવેશીયા, જલ્‍પાબેન પંચાલ દ્વારા અલગ અલગ ગુજરાતનાં શહેરોમાં અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ છે. જેમાં તા. ર૯-૭-રર નાં રોજ બાર કાઉ. ઓફ ગુજરાતનાં ચેરમેન અનિરૂધ્‍ધસિંહ ઝાલાની આગેવાની હેઠળ ભાવનગર કોર્ટ મુકામે અવરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ચેરમેનશ્રી અનિરૂધ્‍ધસિંહ ઝાલાએ આ કાયદા વિષે માહિતી આપેલ હતી. તેમજ આ કમીટીનો પરિચય તેમજ કાયદા વિષે બીનલબેન રવેશીયાએ માહિતી આપેલ હતી. યોગીનીબેન જયોત્‍સનાબેન, ગોપીબેન તેમજ જલ્‍પાબેને પણ આ કમીટીના કાર્યો વિષે માહિતી પુરી પાડેલ હતી.

આ અવેરનેસ કાર્યક્રમમાં ભાવનગર બારના પ્રમુખ, સરકારી વકીલો, એડવોકેટ ભાઇઓ તેમજ મહિલા એડવોકેટ નલીનીબેન,  સીમાબેન તેમજ અન્‍ય બહેનો હાજર રહેલ હતાં.

આ કાયદાથી મળતા પોતાના હકક અને અધિકાર વિષે બહેનોને આ કાર્યક્રમમાં માહિતી આપવામાં આવેલ હતી.

(12:07 pm IST)