Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જૂનાગઢમાં ચાર દુકાનના તાળા તોડી રૂા. ૪૯,૫૦૦ની રોકડની ચોરી

તસ્‍કરોનાં ત્રાસથી વેપારીઓમાં ફફડાટ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩ : જૂનાગઢમાં ચાર દુકાનના તાળા તોડી તસ્‍કરો રૂા. ૪૯,૫૦૦ના રોકડની ચોરી કરી ગયા હતા.જૂનાગઢમાં સુખનાથ ચોક ખાતે તસ્‍કરોએ એક સાથે ચાર દુકાનને નિશાન બનાવી હતી. જેમાં એઝાઝ કુરેશીની સુપ્રિમ એગ્‍સ નામની દુકાનમાંથી રૂા. ૩૬ હજારની રોકડની ચોરી થઇ હતી.

તેમજ વસીમ સીડીની નુરી એગ્‍સ નામની દુકાનમાંથી તસ્‍કરો રૂા. ૬૫૦૦ રોકડ ચોરી ગયા હતા.

આ ઉપરાંત લક્ષ્મણભાઇ જ્ઞાનચંદાણી ની દુકાનમાંથી રૂા. ૧૭ હજારની તેમજ હનીફ હાલાની હનીફ ટી નામની દુકાનમાંથી  રૂા. ૧૦ હજારની રોકડ ચોરી થયાની ફરિયાદ થતા પી.એસ.આઇ ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)